હાલ ગુજરાતની નગરપાલિકામાં રોસ્ટરથી ભરતી બહારર પાડેલ છે, જેમાં ગુજરાતની નગરપાલિકાઓમાં જે રોસ્ટર પધ્ધતિથી સફાઈ કામદારની ભરતી બહાર પાડેલ છે તેમાં વર્ષોથી કામ કરતાં વાલ્મીકી સમાજનાં સફાઈ કામદારને અન્યાય થઈ રહ્યો છે તેવું જણાવાયું છે જ્યારે વર્ષો પહેલા ડબ્બા જાજરૂ સિસ્ટમ હતી ત્યારે વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર માથે મેલું ઉપાડી અને અને ગુજરાતના દરેક ગામ અને શહેરમાં ગુજરાતની જનતાનું મળ ડબ્બામા ભરીને માથે મેલું ઉપાડીને સફાઈના વયવસાય અને સેવા માત્ર વાલ્મીકી સમાજના સફાઈ કામદાર કરતાં હતાં અને પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર સફાઈ કામદાર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે કોઈ અન્ય સમાજ સફાઈ કામ સાથે જોડાયેલા ન હતા અને માત્ર વાલ્મીકી સમાજ સફાઈ કામદાર તરીકે સેવા આપતાં હતાં.
જુઓ વિડિઓ:
આજે પણ વાલ્મીકી સમાજનાં ભાઈઓ બહેનો વર્ષોથી ગુજરાતની નગરપાલિકા ઓમાં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટર કે રોજમદાર તરીકે ફરજ જે બજાવે છે ત્યારે તેમને અન્યાય થઈ રહ્યો છે તેવું વાલ્મીકી સમાજ જણાવે છે સાથે આ ભરતી પ્રકિય રદ કરીને ફરીથી માત્ર વાલ્મીકી સમાજના સફાઈ કામદારની ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.
માંગણી સ્વીકારી તેમને ન્યાય આપવા માટે વાલ્મીકી સમાજની ઘણી માંગણીઓ લઈને ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું.
રિપોર્ટ: અજય જાદવ, જેતપુર.