
બ્રિટિશ અધિકારી કર્નલ જેમ્સ ટોડ દ્વારા અશોક શિલાલેખ ઉજાગર કરવામાં આવ્યો હતો
કાળની થપાટમાં આ અશોક શિલાલેખ હજારો વર્ષો સુધી જાહેર જનતાથી, વિદ્વાનોથી, ઇતિહાસકારોથી અને સાહિત્યકારોથી ભુલાઇ જવા પામેલો હતો. પણ તથાગત બુદ્ધ કહે છે. એમ સત્ય, સૂર્ય અને ચંદ્ર ઢાંકયા ઢંકાય નહીં એવી રીતે ઇ.સ. 1822માં અંગ્રેજ વિદ્વાન, મહાન ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડ અહી જૂનાગઢમાં આવે છે. અને આ શિલાલેખને ફરી ઉજાગર કરે છે.
ત્યારે આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને જાહેર જનતાને તા. 24.12.2022ને શનિવારના રોજ સમય: 04થી 07 કલાક સુધી સમ્રાટ અશોક શિલાલેખ, ગિરનાર તળેટી, જૂનાગઢ ખાતે શિલાલેખ ઉજાગર મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
બાવીસો (2200) વર્ષ થયા જેમાં મહાન ચક્રવર્તિ સમ્રાટ પ્રિયદર્શિ અશોક મૌર્ય દ્વારા અખંડ ભારતમાં અશોક સ્તંભ અને શિલાલેખ પથ્થરની ચટ્ટાન પર પાલી ભાષામાં કોતરવામાં આવેલા હતા. એવા જ એક શિલાલેખ પ્રાચીન નગરી એવા જૂનાગઢમાં ગીરનારની તળેટી પાસે પણ હયાત છે. જૂનાગઢમાં આવેલો શિલાલેખએ પૂર્ણ સ્વરૂપનો શિલાલેખ છે.
આ કાર્યક્રમના વકતાઓમાં કર્મચારી ગણ રહેશે તેમજ મુખ્ય વકતા તરીકે વિશનભાઈ કાથડ બહુજન સાહિત્યકાર અને મોહિન્દરભાઈ મૌર્ય ઉપસ્થિત રહેશે તેવું બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તારીખ: 24.12.2022ને શનિવાર.
સમય: બપોરે 04.00 થી સાંજે 07.00 સુધી.
સ્થળ: સમ્રાટ અશોક શિલાલેખ પ્રાંગણ, ભવનાથ તળેટી રોડ, જૂનાગઢ
સંપર્ક સુત્રોઃ ૭૬૨૩૦ ૮૧૮૯૯, ૯૯૨૪૯ ૫૪૫૪૯, ૭૬૯૯૫ ૮૪૫૩૬, ૯૮૨૫૪ ૯૨૧૬૬, ૯૪૨૮૪ ૧૭૫૮૧
674 Views, 1