ધોરાજી: ફરેણી ગામની સીમમાંથી 500થી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ

SHARE THE NEWS

Dhoraji: રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફરેણી ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 588 કિ.રૂા. 3,43,680/- સાથે કુલ મુદામાલ કી.રૂ. 6,43,680/- નો મુદામાલ પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડ દ્વારા વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય

જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર નાઓને સંયુક્ત બાતમી હકિકત આધારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના ફરેણી ગામની સીમમાંથી ફોરવ્હીલ ઈનોવા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો પકડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા આવેલ છે.

આરોપી: યુવરાજભાઇ બાલુભાઇ શેખવા રહે. ફરેણી ગામ તા. ધોરાજી જી.રાજકોટ (પકડવા પર બાકી)

કબ્જે કરેલ મુદામાલ: 1. અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-588, કિ.રૂા. 3,43,680/-2. ઈનોવા કાર 01, કી.રૂ. 3,00,000/- મળી કુલ મુદામાલ કી.રૂા. 6,43,680/-

કામગીરી કરનાર ટીમ: રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા પો.હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસિંહ જાડેજા, અરવિદસિંહ જાડેજા, પો.કોન્સ. કૌશીકભાઈ જોશી.

Loading