પોસ્ટ ઓફીસમાં ફકત રૂપિયા 399માં 10 લાખનું વીમા કવચ, જાણો શું છે માહિતી

SHARE THE NEWS

પોસ્ટ ઓફીસની “ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક” સેવા હેઠળ ખાતાધારકોને 399 રૂપિયામાં 10 લાખનું અકસ્માત વીમા કવચ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) નો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો હતો

રાજકોટ તા.17 જાન્યુઆરી – વર્ષ 2018થી શરૂ થયેલ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ ભારત સરકાર અંતર્ગત પોસ્ટ ડિપાર્ટમેન્ટ, કોમ્યુનિકેશન મંત્રાલય હેઠળ આવેલ પેમેન્ટ્સ બેંક છે. જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો હતો. આ બેંકનો ઉદ્દેશ્ય પોસ્ટ ડિપાર્ટમેન્ટના વિશાળ અને વિશ્વાસપાત્ર નેટવર્ક દ્વારા છેવાડાના માનવી સુધી બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.

અનિશ્ચિતતાઓના આ સમયમાં પાણી પહેલા પાળ બાંધવી ખુબ જ જરૂરી છે. તાજેતરમાં જ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે બજાજ એલાયન્સ/ટાટા એઆઈજી સાથે મળીને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 18 થી 65 વર્ષના વયજૂથના ખાતાધારકો માટે અક્સ્માત જૂથ વીમા કવચની સુવિધા શરૂ કરી છે.

આ સુવિધા અન્વયે ખાતાધારકો ફક્ત રૂ. 399ના વાર્ષિક પ્રીમિયમમાં રૂ. 10 લાખના અકસ્માત વીમા પોલિસીનો લાભ લઈ શકે છે. જેમાં દુર્ભાગ્યે કોઈપણ અકસ્માતથી મૃત્યુના સંજોગોમાં રૂ.10 લાખ તેમજ કાયમી વિકલાંગતા માટે પણ રૂ. 10 લાખ જેટલી મોટી રકમ લાભાર્થીને મળવાપાત્ર છે.

બાળકો માટે રૂ.1 લાખ સુધી અભ્યાસ સહાય, રૂ. 60 હાજર સુધી દવાખાના ખર્ચ સહિતના અન્ય લાભ તો ખરા જ. રોજમદારો, નાના કારીગરો થી માંડીને દરેક નાગરીકો માટે અક્સ્માત વીમા અત્યંત જરૂરી છે. પોસ્ટ ઓફિસની આ વીમા પોલિસી નાના અને મધ્યમવર્ગીય પરિવારની સલામતી સુનિશ્ચિત કરી સહારારૂપ બની છે.

આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ ફક્ત પોતાના આધાર કાર્ડના નંબર આપી પેપરલેસ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ ખોલાવી ખોલી શકે છે અને તુરંત જ આ વીમાનો લાભ કોઈ પણ ડોકયુમેન્ટ આપ્યા વિના લઈ શકે છે. આ યોજના હેઠળ ફક્ત રૂ. 600 થી એકાઉન્ટ તેમજ વીમાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે.

તા.19 અને 20 જાન્યુઆરીએ રાજકોટની જુદી જુદી 6 પોસ્ટ ઓફિસમાં “અકસ્માત વીમા કવચ” કેમ્પનું આયોજન

પોસ્ટ ઓફિસની જુદી જુદી સેવાઓથી લોકો વાકેફ થાય અને જરૂરી સેવાઓ નજીકમાં જ અને ઝડપભેર મળી રહે તે માટે રાજકોટ શહેરમાં તા.19 અને 20 જાન્યુઆરીના રોજ સદર બજારમાં આવેલી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, ગોંડલ રોડ પર આવેલી રાજકોટ પોસ્ટલ કોલોની પોસ્ટ ઓફિસ, ભક્તિનગર સર્કલ ખાતે આવેલી ભક્તિનગર પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટી રોડ ઉપર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ, કોટેચા સર્કલ નજીક આવેલી રૈયા રોડ પોસ્ટ ઓફિસ ખાતે વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પોસ્ટ ઓફિસમાં નવું એકાઉન્ટ ખોલવાથી માંડીને વીમા પોલિસી, આધાર કાર્ડ, મોબાઈલ અપડેટ સહિતની સુવિધાઓનો લાભ આ કેમ્પમાં મળી શકશે. પોસ્ટ ઓફિસની સુવિધાઓને જાણવા આ વિશિષ્ટ કેમ્પમાં લાભ લેવા સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસની કચેરી, રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

 523 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: