
Rajkot: રાજકોટના જેતપુર (Jetpur) માં કોડીનાર પંથકમાં આઠ વર્ષની બાળકીની હત્યા દુષ્કર્મની જે ઘટના બની હતી તેને લઈને જેતપુર શહેર તાલુકાના સાધુ સમાજ (Sadhu Samaj) દ્વારા આરોપીને વહેલીમાં વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે તેને લઈને જેતપુર મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અમાનવીય કૃત્યને વખોડવા માટે સમસ્ત સાધુ સમાજ જેતપુર દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં બેનર અને પ્લેકાર્ડ સાથે આરોપીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ સુરત પંથકની ‘નિર્ભાયા’ ને જેમ ત્વરિત ન્યાય મળ્યો તેમ આ કોડીનાર પંથકની ‘નિર્ભાયા’ ને ત્વરિત ન્યાય આપવાની માંગ કરીને જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ સમગ્ર માનવજાતને કલંકિત કરતી ઘટના સામે તમામ સમાજનાં લોકો ઠેરઠેર ઉગ્ર વિરોધ કરી રેલીઓ યોજી તેમજ આવેદનો પાઠવી આ શેતાન નરાધમને ફાંસીની સજા ફટકારવા માંગ કરી રહ્યાં છે.
આ આવેદન પત્ર આપતી વખતે જેતપુરના એડવોકેટ તેમજ નોટરી સ્ત્યેન ગોસાઇ પણ જોડાયા હતા. આ સાથે આપને જણાવી આપીએ કે ભોગ બનનાર દીકરીના પરિવારને સાંત્વના આપવા અનેક આગેવાનો, સાધુ-સંતો, સામાજિક આગેવાનો સહિતના લોકો રૂબરૂ મુલાકાત કરી ચૂક્યા છે.
જેમાં ઊનાનાં MLA પુંજાભાઈ વંશ, MP રાજેશભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત કોડીનારના પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા કોડીનારનાં માજી ધારાસભ્ય જે.ડી.સોલંકી સહિત અનેક આગેવાનોએ પિડીત પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પણ આ પરિવાર સાથે ટેલિફોન ઉપર વાત કરી સાંત્વના સાંત્વના પાઠવી હતી. જો કે આ સમગ્ર ઘટનામાં કોડીનાર પોલીસે પ્રથમ દિવસથી જ ગંભીરતા દાખવી હતી. નરાધમ શેતાન શામજી ભીખા સોલંકીને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો.
828 Views, 1