Jetpur: વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મંડલીકપુર ગામમાં કરવામાં આવ્યું વૃક્ષારોપણ

SHARE THE NEWS

Jetpur: મંડલીકપુર પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં 29 જેટલાં વૃક્ષ વાવી ગ્રામજનોને વૃક્ષ વાવવા તેમજ વૃક્ષોનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા

વિશ્વ સિંધી સેવા સંગમ- (Vishwa Sindhi Seva Sangam) જેતપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મંડલીકપુર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત મંડલીકપુર ગામની પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં 29 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

માનવજીવનમાં વૃક્ષનું મહત્વ તેમજ ઉપયોગ સમજાવવાના હેતુસર યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય જીગ્નેશભાઈ રાદડિયા, મંડલીકપુરના સરપંચ શ્રી , પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ સિંધી સેવા સંગમના મહિલા પ્રમુખ અંજલીબેન મનસુખાણી, યુવા પ્રમુખ પ્રિયંકાબેન કીડીયા, રેખાબેન ધાંધા સહિતના મહિલા કાર્યકર્તાઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું અને ગ્રામજનોને વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન કરવાનું મહત્વ સમજાવ્યુ હતું.

જુઓ વિડિઓ:

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *