PM Modi in Lumbini: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પર્વ બુદ્ધ જયંતીની નેપાળમાં કરી ઉજવણી

SHARE THE NEWS

RNI Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ નેપાળના લુમ્બિનીમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલ (International Convention Center and Meditation Hall at Lumbini, Nepal) માં 2566મી બુદ્ધ જયંતી (Buddha Jayanti)ની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (Prime Minister of Nepal Sher Bahadur Deuba) અને તેમના પત્ની ડો. આરજુ રાણા દેઉબા પણ હતા. ત્યાં હાજર અન્ય મહાનુભાવોમાં નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી) (Lumbini Development Trust, Nepal)ના અધ્યક્ષ પણ છે.

લુમ્બિનીના મુખ્યમંત્રી કુલ પ્રસાદ કે.સી. માનનીય મેટ્ટૈયા શાક્ય પુટ્ટા, વાઇસ ચેરમેન, એલડીટી અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ સામેલ હતા. બંને દેશના વડાપ્રધાનોએ ત્યાં હાજર લગભગ 2500 જેટલા લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં સાધુઓ, બૌદ્ધ વિદ્વાનો અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *