Rajkot: 25 May એ યોજાશે રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

SHARE THE NEWS
symbolic image

Rajkot: તા. 06 મે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા. 25–05–2023ના રોજ યોજાનાર સ્વાગત કાર્યક્રમ માટેના જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા. 10-05-2023 સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીના જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવાયુ છે.

અરજીમાં મથાળે ”જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા, અગાઉ સબંધીત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે, અરજીમા અરજદારની સહી હોવી જરૂરી છે.

અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે, અલગ–અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોક્લવાના રહેશે, સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકશે નહીં.

પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ – બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહી, કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં, તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો રાજકોટ જિલ્લા પૂરતા, જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. 10-05-2023 સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યાર બાદ આવેલા પ્રશ્નોનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. જેની દરેક અરજદારોએ ખાસ નોંધ લેવી.

દર્શાવેલ ખાતાઓના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. 25–05–2023ના રોજ સવારના11:00 કલાકે કચેરીના ત્રીજા માળે સભાખંડમાં સંબંધિત ખાતાના અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી.

તા.10-05-2023 બાદ આવેલ કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તેમ કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *