Jetpur: આંબેડકર જયંતીની શોભાયાત્રામાં એક ‘લૂંગી’ બની આકર્ષણનું કેન્દ્ર! જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

SHARE THE NEWS

Dr. Ambedkar Jaynati 2022: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) મુકામે ડો. બાબાસાહેબ આંબેડકર (Dr. Bhimrao Baba Saheb Ambedkar) ની 131મી જન્મજયંતી નિમિતે દલિત સમાજ (Dalit Community) ના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી (Jetpur AmbedkarJayanti Rally 2022). જેમાં બહોળી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં યુવાનો ખાસ આસમાની રંગના સાફા સાથે ભીમ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. અને આખી શોભાયાત્રામાં યુવાનો વડીલો સહિત મોટા ભાગે સફેદ પોશાકમાં આસમાની રંગના સાફાથી સજ્જ જોવા મળ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે દક્ષિણ ભારતની ઓળખ એવી “લૂંગી” (Lungi South Indian Dress) પહેરેલો યુવાન સમગ્ર શોભાયાત્રામાં આકર્ષાનું કેન્દ્ર બન્યો હતો.

સફેદ શર્ટ અને દક્ષિણ ભારતની ઓળખ એવી લૂંગીથી સજ્જ આ યુવાન જેતપુરના જ રહેવાસી અને એક ખાનગી મીડિયા કંપનીમાં સબ એડિટર (સહ સંપાદક) ની નોકરી કરતા જર્નલિસ્ટ રાહુલ વેગડા (Rahul Vegda) છે. હંમેશા કઈક નવું અને અલગ કરવા માટે રાહુલ જેતપુરના યુવાનોમાં ઘણા લોકપ્રિય છે. જ્યારે બધા સાફાથી સજ્જ હતા અને તમે દક્ષિણ ભારતીય પોષાકમાં કેમ? આ સવાલ પૂછતાં તેને એક રસપ્રદ કારણ જણાવ્યું હતું.

ભારતની મૂળ પ્રજા છે દ્રવિડ લોકો
કહેવાય છે બહુજન સમાજ (SC/ST/OBC Community) એ ભારતના મૂળનીવાસી (Mulnivasi) છે. અને હાલ દ્રવિડ પ્રજાતિ દક્ષિણ ભારતમાં જ જોવા મળે છે. દ્રવિડ લોકોનો સીધો સબંધ પાષાણયુગની સંસ્કૃતિ સાથે છે. મોંહે-જો-દડો (સિંધુખીણની સંસ્કૃતિ) (Indus Vally Civilization) ના જનક માનવમાં આવ છે. જેથી આ પોષક મુળનીવાસીઓનો પોશાક છે. અગાઉ હૈદરાબાદ મીડિયામાં નોકરી કરતા અને પ્રખર આંબેડકરવાદી જર્નલિસ્ટ દિનેશ રાઠોડ જ્યારે હૈદરાબાદ હતા ત્યારે તેને આ લૂંગીની ખરીદી કરી હતી. અને પોતાની મૂળ સંસ્કૃતિનો લોકોમાં આછેરો પરિચય થાય તે માટે રાહુલભાઈએ શોભાયાત્રામાં સાઉથ ઈન્ડિયન પોષાક પહેરવાનું નક્કી કર્યું હતું.

ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે ફોટો અને વીડિયો

રાહુલ ભાઈ પોતાના મિત્ર દિનેશભાઇ ચૌહાણ (બિલ્ડર) સાથે રેલી સમાપન કરીને મુંબઈથી આવેલા મહેમાનને રેલવે સ્ટેશન છોડવા ગયા હતા. ત્યારે મિત્ર દિનેશભાઇએ રાહુલ ભાઈનો વિડીયો બનાવ્યો હતો. જે જોત જોતામાં હજારો વ્યુસ સુધી પહોંચ્યો હતો અને લોકોએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર સ્ટોરી રાખીને રાહુલભાઈ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. વધુમાં રાહુલભાઈ જણાવે છે કે શોભાયાત્રામાં પણ ઘણા લોકોએ સેલ્ફી લઈને કઈક અલગ પહેર્યાના વખાણ કર્યા હતા.

બાબાસાહેબ આંબેડકરથી રંગાયેલા યુવાનો
131મી બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીમાં જેતપુર યુવાનોએ પોતાના માહિસા, સમાજ સુધારક અને નારી મુક્તિદાતા એવા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીને પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો. રાહુલભાઈ અને તેના સથી મિત્રો ન માત્ર 14મી એપ્રિલ પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન આવતા બહુજન નાયકોના નાના-મોટા પ્રસંગો ઉજવાતા જ રહે છે. તેમજ સમાજમાં પોતાની શક્તિ અને સમય પ્રમાણે બુદ્ધ, કબીર, રવિદાસ, ફુલે, શાહુ, આંબેડકર, પેરિયાર અને કાંશીરામની માનવ કલ્યાણકારી વિચારધારાનું વહન કરવાની કોશિશ કરતા રહે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: