Covid Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/covid/ News for India Wed, 19 Jan 2022 15:48:39 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Covid Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/covid/ 32 32 174330959 એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/#respond Wed, 31 Mar 2021 09:48:30 +0000 https://revoltnewsindia.com/%e0%aa%86%e0%aa%96%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8/ કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ…

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

છેલ્લે પત્રકારોને પણ ગણવામાં આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજરોજ 31 માર્ચે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે જેતપુરના 18 જેટલા વિવિધ મીડિયાના માધ્યમો જેવા કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને કોરોનાની રસી એટલે કે ‘કોવિશિલ્ડ’ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જેમાં જોઈએ તો ETV ભારતના રાજકોટ રૂરલના રિપોર્ટર દિનેશકુમાર રાઠોડ, ઓરિકયા ન્યૂઝના રિપોર્ટર સંજયરાજ બારોટ, કનેક્ટ ગુજરાત રિપોર્ટર જયેશ સરવૈયા, જેતપુર અપડેટના તંત્રી હિતેશ રાઠોડ સહિત કુલ 18 જેટલા પત્રકારોએ ‘કોવિશિલ્ડ’ ની રસી લીધી હતી.

પત્રકારોએ ઉત્સાહ સાથે વેકસીનનો ડોઝ તો લીધો પણ સાથે એક આક્રોશ પણ જોવા મળ્યો

પત્રકારોને સૌથી છેલ્લે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણાતા તેઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે સરકારી કર્મચારીઓ અધિકારીઓ જેવા કે પોલીસ, શિક્ષક, હોમગાર્ડ, જીઆરડી તમામ ને જો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આવતા હોય અને પ્રથમ તેઓને રસી આપવામાં આવતી હોય તો પત્રકારો સાથે આવું ઓરમાયું વર્તન કેમ ? આવી કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ પત્રકારો એ લોકો સુધી માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બિનચુક નિભાવી હોય છતાં પત્રકારોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આટલી ઢીલ સરકારી તંત્ર દ્વારા કેમ થઈ તેવું પત્રકારો આક્રોશ સાથે જણાવી રહ્યા હતા.

Loading

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/feed/ 0 1660