Doctor Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/doctor/ News for India Fri, 29 May 2020 06:05:28 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Doctor Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/doctor/ 32 32 174330959 રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/ http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/#respond Fri, 29 May 2020 05:52:19 +0000 http://revoltnewsindia.com/?p=1001 Report by Dineshkumar Rathod રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે…

The post રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા appeared first on REVOLT NEWS INDIA.

]]>
File Photo

Report by Dineshkumar Rathod

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે બદલી થતા મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા અન્ય 10 જેટલા તબીબોમાં રોષ જોવા મળ્યો હતો.

તેમજ આ મામલે તબીબોએ પ્રથમ હોસ્પિટલના ડિન. ડો ગૌરવી ધ્રુવને રજૂઆત કરી હતી અને આ મામલનું નિરાકરણ નહિ આવે તો રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ આ તબીબો રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા.

પરંતુ તબીબોની સમસ્યાનું સમાધાન ન થતા અંતે મોડીરાત્રે 10 જેટલા તબીબોએ ડિનને રાજીનામા આપ્યા હતા.બીજી તરફ મેડીસીન વિભાગના ડો. એસ.કે ગઢવી મામલે પણ હજુ સુધી તંત્ર દ્વારા બદલી અંગનો કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, રાજીનામા આપનાર 10 તબીબો હાલ કોવિડ 19 ની સ્થિતિને લઈને પોતાની સેવા ચાલુ રાખવાના છે તેવું પણ જાણવા મળ્યું છે.

Loading

The post રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/feed/ 0 1001
ચોટીલામાં બોગસ ડોક્ટર પકડાયો http://revoltnewsindia.com/chotila-a-bogus-doctor-caught/995/ http://revoltnewsindia.com/chotila-a-bogus-doctor-caught/995/#respond Thu, 28 May 2020 16:36:18 +0000 http://revoltnewsindia.com/?p=995 કોરોના વાઇરસે હાલ માનવ જાત પર પ્રકોપ વરસાવ્યો છે ત્યારે દર્દીઓ નાના મોટા ક્લિનિક માં દવા લઈને પોતાના દર્દ ની સારવાર કરાવતા હોઈ છે. આવા સમયે ચોટીલા માં આણંદપુર રોડ…

The post ચોટીલામાં બોગસ ડોક્ટર પકડાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાઇરસે હાલ માનવ જાત પર પ્રકોપ વરસાવ્યો છે ત્યારે દર્દીઓ નાના મોટા ક્લિનિક માં દવા લઈને પોતાના દર્દ ની સારવાર કરાવતા હોઈ છે. આવા સમયે ચોટીલા માં આણંદપુર રોડ પર આવેલ કોમ્પલેક્ષ માં પહેલા માળે 6 જેટલી દુકાન માં 12 ખાટલા પાથરી કોઈપણ જાત ની ડીગ્રી વગર લોકો ની સારવાર ના નામે છેતરપીંડી કરતો ચોટીલા તાલુકા ના ખેરડી(કાળાસર) ગામ નો વિશાલ વિઠલ સોરાણી અને એક મહિલા ને આરોગ્ય વિભાગ ની ટીમે પકડી ને આ જ્યાં પ્રેક્ટિસ કરતો હતો તે જનની હોસ્પિટલ ને સિલ કરવામાં આવી છે.

આ અંગે ની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન માં ચોટીલા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઉપાધ્યાય સાહેબે નોંધાવી છે જેની વિગત મુજબ વિશાલ વિઠલ સોરાણી નામનો બોગસ તબીબ જેની પાસે કોઈ ડીગ્રી સર્ટિફિકેટ નથી તે અને તેની સાથે એક મહિલા જે દર્દી ને બાટલા ચડાવવા ની કામગીરી તથા નર્સિંગ નું કામ કાજ કરતી હતી જેની પાસે પણ નર્સિંગ નો કોઈ કોર્સ કર્યા નું પ્રમાણપત્ર નથી તે બન્ને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની તપાસ ચોટીલા પી.આઈ. ભાવનાબેન પટેલ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળે થી 119 પ્રકાર ની દવા પણ જપ્ત કરવામાં આવી છે અને આ સમયે ત્યાં દાખલ થયેલ ૫ દર્દીઓ પણ હતા અને એકસપાયરી વાળી દવાઓ નો પણ સમાવેશ થાય છે.


આ બાબતે જ્યારે આરોપી તબીબ સાથે વાત કરવામાં આવતા તેને પોતે બી.એચ.એમ.એસ. ડોકટર હોઈ અને પોતે રાજકોટ ની બી.એ. ડાંગર હોમીઓપેથી કોલેજ માંથી અભ્યાસ કર્યા નું જણાવ્યું હતું અને તેને આરોપ પણ લગાવ્યો હતો જે ચોટીલા માં ઘણા ડોકટરો ડીગ્રી વગર ના છે અને પોતે એલોપથી દવાઓ આપવનો અધિકાર ના હોવા છતા આપે છે ત્યારે મારી સાથે રાગદ્વેષ રાખી પેલા મારી શિવ હોસ્પિટલ પણ આરોગ્ય અધિકારી ઉપાધ્યાય સાહેબે બંધ કરાવી હતી પછી મેં આ જનની હોસ્પિટલમાં પ્રેક્ટિસ ચાલુ કરી હતી.
આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઉપાધ્યાય સાહેબ સાથે વાત કરતા જણાવેલ કે આવતા સમય માં ચોટીલા જ્યાં જ્યાં આવા બોગસ તબીબો હશે તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

Loading

The post ચોટીલામાં બોગસ ડોક્ટર પકડાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/chotila-a-bogus-doctor-caught/995/feed/ 0 995
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાંત ડોક્ટરો કોરોનાના દર્દીઓને ફ્રી સેવા આપશે http://revoltnewsindia.com/at-rajkot-civil-hospital-citys-specialist-doctors-will-provide-free-services-to-coronas-patients/959/ http://revoltnewsindia.com/at-rajkot-civil-hospital-citys-specialist-doctors-will-provide-free-services-to-coronas-patients/959/#respond Wed, 27 May 2020 10:30:19 +0000 http://revoltnewsindia.com/?p=959 સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કોવીડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે. તેઓ ઓન…

The post રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાંત ડોક્ટરો કોરોનાના દર્દીઓને ફ્રી સેવા આપશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
File Photo of Civil Hospital Rajkot

સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કોવીડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે.

તેઓ ઓન કોલ 24 કલાક હાજર રહેશે તેમજ દિવસમાં જરૂરિયાત મુજબ દર્દીઓની તપાસ માટે વિઝીટ કરશે. જેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓને ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી ડોક્ટરના અનુભવનો વિશેષ લાભ મળશે.

આ પ્રંસગે ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓમાં, હૃદય, ફેફસા સંલગ્ન કેસમાં ક્રિટિકલ સમયે ઓક્સિજનની જરૂર હોઈ વેન્ટિલેટર, મેડિસિન સહીત જરૂરી ક્રિટિકલ કેર સહાય નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા મળી રહે તેના આગોતરા આયોજનના ભાગરૂપે 19 ડોક્ટર્સની ટીમ હાલ તૈયાર કરવામાં આવી છે, તેમજ જરૂર પડ્યે વધુ ડોક્ટર્સ સેવા આપશે.

નોડલ ઓફિસર ડો. મનીષાબેન પંચાલે ક્રિટિકલ કેર તજજ્ઞ ડોકટોરની મદદથી ગંભીર દર્દીઓની સારવાર સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Loading

The post રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાંત ડોક્ટરો કોરોનાના દર્દીઓને ફ્રી સેવા આપશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/at-rajkot-civil-hospital-citys-specialist-doctors-will-provide-free-services-to-coronas-patients/959/feed/ 0 959