Flood Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/flood/ News for India Mon, 25 Oct 2021 07:35:56 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Flood Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/flood/ 32 32 174330959 Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/ http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/#respond Mon, 25 Oct 2021 07:29:27 +0000 https://revoltnewsindia.com/?p=4007 આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ…

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ

ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ પુરવઠો (Power Supply) આપવા બાબત શહેરના જાહેરમાર્ગો પર આક્રોશ રેલી યોજી મુખ્યમંત્રી (Chief Minister) ને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.

રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી. ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામો માંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજ માંથી બાકાત રાખવામાં આવેલ છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાઝ જોવા મળી રહ્યા છે.

આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકા 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકશાન થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરાવવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ નથી થયો ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્તમાં કરવામાં આવ્યો હતો.

અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી.

આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવાઓમાં, બોરમાં પાણી છે છતાએ ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાક ને પાણી આપી શકાય તેમ નથી. જેથી ઊભા પાકો સુકાય રહ્યા છે ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ પણ આ તકે કરવામાં આવી હતી.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ધોરાજી (રાજકોટ).

Loading

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/feed/ 0 4007
Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/#respond Tue, 14 Sep 2021 07:27:14 +0000 https://revoltnewsindia.com/?p=2938 Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક…

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક અને ઘરવખરીનો ભોગ લેવાયો છે. ત્યારે ધોરાજી-ઉપલેટા (Dhoraji-Upleta) ના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

તેમણે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ધોરાજી-ઉપલેટમાં લોકોને થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા માગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના પત્રમાં લખ્યું કે,
ઉપલેટા ધોરાજી તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓએ વેરેલ વિનાશ અંગે સર્વે કરાવી વળતર આપવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર ઉપલેટા ધોરાજી માંથી ભાદર મોજ વેણુ તથા ફોફળ જેવી ચાર મોટી નદીઓ પસાર થાય છે. તા.13 મીના રોજ અતિવૃષ્ટીના કારણે આ નદીઓમાં છેલ્લા 30 થી 35 વષઁ થયા ન આવ્યા હોય તેવા અકલ્પનીય પુર આવેલા આ પુ૨ને કારણે નદીઓના કાંઠા તોડી આડેધડ ખેતરોમાં પાણી પહોંચી ગયા હતા.

ઉપલેટા તાલુકાના વેણ નદી કાંઠાના તમામ ગામો ભાદર નદી કાંઠાના તમામ ગામો મોજ નદી કાંઠાના તમામ ગામો અને ધોરાજી તાલુકાના ફોફળ નદી કાંઠાના તમામ ગામો માં પાછી વિનાશ વેરેલ હોય ઉભાપાકમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થયેલ હોય આ અંગે તાત્કાલીક સર્વે કરાવી અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા યોગ્ય હુકમ કરવા વિનંતી. આ મુજબનો પત્ર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલો છે.

Loading

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/feed/ 0 2938