JamnagarACB Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jamnagaracb/ News for India Fri, 29 Oct 2021 14:24:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JamnagarACB Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jamnagaracb/ 32 32 174330959 Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/ http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/#respond Fri, 29 Oct 2021 14:22:38 +0000 https://revoltnewsindia.com/?p=4190 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા…

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા તમામ કર્મચારીઓનો ઓકટોબર મહિનાનો પગાર વહેલો કરી દેવાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ગ-4ના તમામ કર્મચારીઓને નિયમ મુજબ બોનસ (Bonus)ની પણ ચૂકવણી કરી દેવામા આવી છે.

જામનગર મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને દિવાળીના તહેવાર અનુસંધાને આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓનો પહેલો પગાર કરી દેવામાં આવ્યો છે, તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને પગાર સાથે વર્ગ-4ના કર્મચારીઓને પગાર સાથે બોનસ પણ આપવામાં આવ્યું છે.

તેમાં આસિસ્ટન્ટ કમિશનર ડો ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાની જાહેરાતનો પ્રથમ હપ્તો પણ જામનગર મનપા દ્વારા ચૂકવી આપવામા આવ્યો છે. વર્ગ-4ના 276 કર્મચારીઓ ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને પણ નિયમ મુજબ બોનસની ચૂકવણી કરી દેવામા આવી છે.

રિપોર્ટ: વિરલ સોની,જામનગર.

Loading

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/feed/ 0 4190
Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/ http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/#respond Sat, 23 Oct 2021 18:08:36 +0000 http://revoltnewsindia.com/?p=3986 જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી…

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયો હતો.

જામનગર સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયો હતો.

જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/feed/ 0 3986