KunvarjiBavaliya Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/kunvarjibavaliya/ News for India Sat, 19 Jun 2021 18:01:05 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png KunvarjiBavaliya Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/kunvarjibavaliya/ 32 32 174330959 જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/ http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/#respond Sat, 19 Jun 2021 17:59:20 +0000 https://revoltnewsindia.com/%e0%aa%9c%e0%aa%b8%e0%aa%a6%e0%aa%a3-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%a2%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%97%e0%aa%be/ કોરાના Corona કાળે લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું છે. વિશ્વ આખું જયારે કલાઇમેટ ચેન્જની અસરથી ગ્રસ્ત છે. ત્યારે વાયુ પ્રદુષણ ઘટે તથા ભાવિ પેઢીને શુધ્ધ Oxygen ઓકસીજનયુકત વાતાવરણ મળે અને પર્યાવરણીય…

The post જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરાના Corona કાળે લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું છે. વિશ્વ આખું જયારે કલાઇમેટ ચેન્જની અસરથી ગ્રસ્ત છે. ત્યારે વાયુ પ્રદુષણ ઘટે તથા ભાવિ પેઢીને શુધ્ધ Oxygen ઓકસીજનયુકત વાતાવરણ મળે અને પર્યાવરણીય સંતુલન સધાય તે માટે ગ્રામ્ય કક્ષાએથી લોકોને સહભાગી બનાવવાના પ્રયત્નો થાય તે જરૂરી છે. રાજયના પાણી પુરવઠામંત્રી Kunvarji Bavaliya કુંવરજી બાવળીયાએ જસદણ Jasdan તાલુકાના ગઢડીયા ખાતેથી “મારૂં ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરી હતી.

ગઢડીયા ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરતા મંત્રી કુંવરજી બાવળીયાએ ગામની તમામ ખુલ્લી જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા ગામલોકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષોને પણ પુજવામાં આવે છે. ત્યારે આ વૃક્ષોનું આરોપણ જતન અને સંવર્ધનએ ગ્રામજનોની નૈતિક જવાબદારી બને છે. ગ્રામલોકો ગામના પાદરમાં, રસ્તાની બન્ને બાજુ, ઘરના આંગણામાં તથા સ્કુલ, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ, મંદિર જેવા જાહેર સ્થળોએ વૃક્ષો વાવી તેને ઉછેરી સુંદર અને રળીયામણું ગ્રામ બનાવે. ખેડૂતો પોતાના શેઢાપાળે આંબળા, જાંબુ, સરગવો, બદામ જેવા વૃક્ષોનું વાવેતર કરી વધારાની આવક પણ રળી શકે છે.

ખાસ કરીને ‘‘મીશન મંગલમ’’ અંતર્ગત સખીમંડળોની બહેનો અને ‘‘મનરેગા’’ હેઠળ શ્રમીકો પણ વૃક્ષારોપણ દ્વારા ઘર આંગણે આવક રળી શકે છે.

મંત્રી બાવળીયાએ આ અભિયાન અંતર્ગત જસદણ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં તબ્બકાવાર ઓછામાં ઓછા 105 વૃક્ષોનું વાવેતર થાય તેવા લક્ષ્યાંક સાથે શરૂ કરેલા આ અભિયાનમાં સરકારના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત રેવન્યુ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, આશાવર્કરો, સખીમંડળોની બહેનો, આંગણવાડી કાર્યકરો સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ, મહિલામંડળો અને સ્વૈચ્છિક સંસ્થા તથા ગ્રામજનોને સહભાગી બનાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટેની ઝૂંબેશનો ગઢડીયા ખાતેથી પ્રારંભ કર્યો છે.

આ પ્રસંગે મંત્રી બાવળિયાએ કોરોના સંક્રમણ સમયમાં પોતાની જિંદગી દાવ પર લગાવી લોકોની સેવા કરનાર આરોગ્ય કર્મીઓ અને તમામ સહભાગી લોકોને બિરદાવ્યા હતા. તેઓએ કોરોનાની રસી એ એક માત્ર કોરોના સામેનું સુરક્ષા કવચ હોઇ કોઇ પણ જાતની અફવાથી દુર રહેવા અને ગ્રામજનોને સવેળાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી કોરોના સામેના રાજય સરકારના અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.

પ્રાંત અધિકારી ગળચરે લોકોને અભિયાનમાં સહભાગી બની હરીયાળું ગ્રામ બનાવવા ગ્રામલાકોને વુક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન અને સંવર્ધન કરવા અનુરોધ કરતા પ્રાચીન વેદ અને ધાર્મિક આધારોના ઉલ્લેખ સાથે વૃક્ષોનું માનવજીવનમાં મહત્વ વિશે ઉપસ્થિતોને વિગતવાર માહિતી આપી હતી.

આ તકે મંત્રીએ પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામો અંગેના ગ્રામજનોના પ્રશ્નોની સમીક્ષા કરી સ્થળ પર નિરાકરણ કર્યું હતું.

કાર્યક્રમના અંતે સરપંચ, મહાનુભાવો અને ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ફુલ છોડના રોપાઓનું વિતરણ પણ મંત્રી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગઢડીયા સહીત આસપાસના ગામના સરપંચશ્રીઓ, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરમાર, વનવિભાગના અધિકારીઓ માલમ, તથા એસ.આર.રાઠવા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, આશાવર્કરો, સખી મંડળની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જસદણ તાલુકામાં ગઢડીયા ઉપરાંત ગોખલાણા, શીવરાજપુર, માધવીપુર ગોંડલાધાર, વડોદ, નવાગામ અને આંબરડી ગામે પણ “મારૂં ગામ હરિયાળુ ગામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

Loading

The post જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/feed/ 0 1776