Kutch Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/kutch/ News for India Fri, 12 May 2023 12:14:42 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Kutch Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/kutch/ 32 32 174330959 Kutch: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમામાં સગર્ભા મહિલાઓના આરોગ્યની કરાઈ તપાસ http://revoltnewsindia.com/health-checkup-of-pregnant-women-in-primary-health-center-kukma-rni-dr/7594/ http://revoltnewsindia.com/health-checkup-of-pregnant-women-in-primary-health-center-kukma-rni-dr/7594/#respond Fri, 12 May 2023 12:14:40 +0000 https://revoltnewsindia.com/?p=7594 આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સર્ગભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો

The post Kutch: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમામાં સગર્ભા મહિલાઓના આરોગ્યની કરાઈ તપાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સર્ગભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો હતો.

આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો

Bhuj: તાજેતરમાં કચ્છ (Kutch)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા અંતર્ગત આવેલી કોટડા ઉગમણા ડિસ્પેન્સરી ખાતે એએનસી આરોગ્ય સારસંભાળ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સગર્ભા માતાની ઉંચાઈ, વજન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હીમોગ્લોબિન, સિફિલીસ વગેરેની તપાસ કરીને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત, સગર્ભા માતાઓના થેલેસેમિયા ટેસ્ટ માટેના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આયુષ મેડિકલ ઓફિસર ડૉ.ધારા અજાણી દ્વારા સગર્ભાવસ્થાના દિવસો દરમિયાન રાખવાની કાળજી, આહાર, રસીકરણ અને સોનોગ્રાફી વિશે સગર્ભા માતાઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

વધુ સારવારની જરૂર જણાય એવા કિસ્સામાં સગર્ભા માતાઓને જરૂર પડ્યે ભુજ શહેર રીફર કરવામાં આવ્યા હતા.

આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સગર્ભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી તથા ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારના માર્ગદર્શન હેઠળ કુકમાના મેડિકલ ઑફિસર ડૉ. પ્રિન્સ ફેફર દ્વારા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા સગર્ભા માતાના આયુષ્માન કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક FHS, FHW,MPW અને આશા બહેનોએ કેમ્પને સાર્થક બનાવી મહત્તમ સગર્ભા માતાઓ જાગૃત થાય તે દિશામાં પ્રયત્નો કર્યા હતા.

Loading

The post Kutch: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમામાં સગર્ભા મહિલાઓના આરોગ્યની કરાઈ તપાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/health-checkup-of-pregnant-women-in-primary-health-center-kukma-rni-dr/7594/feed/ 0 7594
દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી http://revoltnewsindia.com/why-ramesh-savani-agitation-every-time-after-dalit-murder/1287/ http://revoltnewsindia.com/why-ramesh-savani-agitation-every-time-after-dalit-murder/1287/#comments Tue, 29 Sep 2020 10:07:46 +0000 http://revoltnewsindia.com/?p=1287 કચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી. તેઓ એડવોકેટ હતા; ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન’ના આગેવાન અને…

The post દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

કચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી. તેઓ એડવોકેટ હતા; ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન’ના આગેવાન અને ‘ઇન્ડિયન લૉયર્સ ઍસોસિયેશન’ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ રાપર તાલુકામાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમના અધિકારો માટે કામ કરતા હતા. સ્વાભાવિક છે કે સ્થાપિતહિતોને પેટમાં દુખે ! હત્યા કરનારની પાછળ કાવતરાખોર હોય છે. 

આ બધાને ત્વરિત એરેસ્ટ કરવાનું કામ પોલીસ માટે પડકારભર્યું હોય છે. દેવજીભાઈની અંતિમવિધિ કરવામાં આવી નથી; તેમના પત્ની મિનાક્ષીબહેન ધરણા ઉપર બેઠા છે; તેમની માંગણી છે કે ‘આરોપીઓને પકડો પછી જ અંતિમવિધિ કરીશું ! રાપરમાં જ્ઞાતિવાદનું વાતાવરણ છે. ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા દલિતો અને બક્ષીપંચના નબળા લોકોને મારવા-ઝૂડવાના બનાવો અવારનવાર બનતા રહે છે ! પોલીસ પગલાં લેતી નથી. અસામાજિક તત્વોને છૂટો દોર મળ્યો છે !’

પ્રશ્ન એ છે કે રેપ/હત્યાની પ્રત્યેક ધટનામાં ભોગ બનનાર દલિત પરિવાર શામાટે આંદોલન/ધરણા કરે છે? આપણા તંત્રમાં/આપણી પોલીસમાં, દલિતોને કેમ ભરોસો નથી? આ કેસ IPC કલમ-302/120B/અને એટ્રોસિટી એક્ટ કલમ- 3 (2) (5) હેઠળ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. કેસની તપાસ માટે SIT-સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. છતાં દલિત પરિવારને સંતોષ નથી. કેમ? દલિતોને તંત્ર ઉપર વિશ્વાસ બેસે તેવું વાતાવરણ ઊભું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે; તે હકીકત છે. 

ઊનાકાંડમાં શરુઆતમાં પોલીસની ભૂમિકા કેટલી વરવી હતી; તે જૂઓ. થાનગઢ હત્યાકાંડમાં પણ દલિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. રાપરની આ ઘટના સામાન્ય નથી. એક જાગૃત એડવોકેટ/કર્મશીલની હત્યા કરીને હત્યારાએ અસંખ્ય દલિતોને ડરાવી દીધાં છે; એમને ન્યાયથી વંચિત કરી દીધાં છે. ગરીબ દલિતો હવે કઈ રીતે ન્યાય મેળવવા આગળ આવશે? સત્તાપક્ષના દલિત ધારાસભ્યોએ દલિતોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. વિપક્ષ વિરોધ કરે તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે. કર્મશીલો અવાજ ઉઠાવે તો તેમની સામે તપાસ શરુ કરવામાં આવે છે. દલિતો પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર થાય; તેમને ન્યાય મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર આ ફરજ ચૂકે ત્યારે દલિતોમાં અસલામતીની ભાવના ઊભી થાય છે. ન્યાય નહીં મળે; એવી ભાવના દલિતોમાં ઊભી થઈ છે; એટલા માટે રેપ/હત્યાની પ્રત્યેક ધટનામાં ભોગ બનનાર દલિત પરિવાર આંદોલન/ધરણાનો સહારો લે છે. સમાજનો એક વર્ગ જ્યારે તંત્ર ઉપર વિશ્વાસ ગુમાવી દે તેવી સ્થિતિ ઊભી થાય તે સરકાર માટે કલંક સમાન ગણાય. જો સરકાર મનોમંથન નહીં કરે તો આંદોલન/ધરણાના બનાવો અટકશે નહીં.

સરકાર કેમ દલિતોમાં વિશ્વાસ પ્રગટાવી શકતી નથી? અમુક વર્ણ ઊંચો; અમુક વર્ગ નીચો, એવી રુઢિવાદી વિચારસરણી હોય ત્યાં દલિતોને ન્યાય ન મળે. ગાય પવિત્ર છે અને દલિત અપવિત્ર છે; એવી ફ્યુડલ માનસિકતાનું પ્રભુત્વ હોય ત્યાં દલિતોને અન્યાય થાય જ ! 

ગાંધીજીનો હત્યારો દેશભક્ત હતો; તેવો ઢોલ પીટવામાં આવે ત્યારે હત્યારાઓને પ્રોત્સાહન મળે ! આ સ્થિતિમાં; ઉપલા વર્ણના હત્યારાઓ, નીચલા વર્ણના લોકોની હત્યા કરવાનું વ્યાજબીપણું શોધી કાઢતા હોય છે ! સમાજે જાગવું પડશે. રામમંદિરના નામે છેતરનારાઓને ઓળખવા પડશે; મનુસ્મૃતિવાળી રૂઢિચુસ્ત વિચારધારાને તિલાંજલિ આપવી પડશે. નીચલા વર્ણોને કોઈ ધર્મગુરુ/ઘર્મસંસ્થા ન્યાય ન અપાવી શકે; માત્ર બંધારણ જ ન્યાય અપાવી શકે !

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

The post દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/why-ramesh-savani-agitation-every-time-after-dalit-murder/1287/feed/ 2 1287
અબડાસાના માજી ધારાસભ્યને કોંગ્રેસ મહિલા કાર્યકરોએ બંગડી આપી નારાજગી દર્શાવી http://revoltnewsindia.com/%e0%aa%85%e0%aa%ac%e0%aa%a1%e0%aa%be%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%ab%80-%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%87/491/ http://revoltnewsindia.com/%e0%aa%85%e0%aa%ac%e0%aa%a1%e0%aa%be%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%ab%80-%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%87/491/#respond Mon, 16 Mar 2020 13:48:53 +0000 http://revoltnewsindia.com/?p=491 કચ્છ: રાજયસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો વરસાદ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધીમાં 5 જેટલા ધારાસભ્યો રાજીનામું આપી ચૂકયા છે. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામુ આપ્યા…

The post અબડાસાના માજી ધારાસભ્યને કોંગ્રેસ મહિલા કાર્યકરોએ બંગડી આપી નારાજગી દર્શાવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
કચ્છ: રાજયસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો વરસાદ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધીમાં 5 જેટલા ધારાસભ્યો રાજીનામું આપી ચૂકયા છે. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામુ આપ્યા બાદ સોમવારે પત્રકાર પરિષદ માટે ભુજના સર્કિટહાઉસ ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ તેમની સામે બંગડી મુકી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓએ આરોપ લગાવ્યો કે ધારાસભ્યએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે.


પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિરોધ થયો હોવા છતાં તેમણે કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓને હસતાં મોઢે કહ્યું હતું કે, કાંઈ કામ-કાજ હોય તો મને યાદ કરજો.

Loading

The post અબડાસાના માજી ધારાસભ્યને કોંગ્રેસ મહિલા કાર્યકરોએ બંગડી આપી નારાજગી દર્શાવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/%e0%aa%85%e0%aa%ac%e0%aa%a1%e0%aa%be%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%ab%80-%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%87/491/feed/ 0 491