Moviya Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/moviya/ News for India Fri, 02 Jul 2021 10:43:52 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Moviya Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/moviya/ 32 32 174330959 Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/ http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/#respond Fri, 02 Jul 2021 10:42:05 +0000 http://revoltnewsindia.com/gondal-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8%e0%aa%af%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e-%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%82%e0%aa%b2/ સામાજિક વનીકરણ વિભાગ (Rajkot) રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – (Moviya) મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક…

The post Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

સામાજિક વનીકરણ વિભાગ (Rajkot) રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – (Moviya) મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક બાળ એક ઝાડનાં ઉદેશથી (Ogyen Park) “ઓક્સિઝન પાર્ક – 2021” નું આયોજન કરેલ હતું.

જેમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આશરે 500 થી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને શાળા અને કોલેજ કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થીભાઈઓ અને બહેનોને એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ફળ ફળાદી, ઔષધિ, અને છાયડાના વૃક્ષોનો સમાવેશ થાય છે આ તકે શાળાના ફાઉન્ડર ચેરમેન શ્રી હિરેનભાઈ ખુંટ દ્વારા વૃક્ષનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીઓને વૃક્ષ ઉછેરની અગત્યતા સમજાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વૃક્ષના ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ ઉપરાંત ગોંડલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આર. એફ. ઓ. વિલાસબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક એક વૃક્ષએ ઓક્સિઝનની બોટલ છે અને વૃક્ષ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એ સમજાવામાં આવ્યું.

આ તકે મોવિયા ગામનાં સરપંચ શ્રી વાઘજીભાઈ પડારીયા,તલાટી મંત્રીશ્રી ડાંગોદરા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી બટુકભાઈ ઠુંમર, તાલુકા પંચાયત સદસ્યશ્રી મનીષભાઈ ખુંટ, ગામનાં આગેવાન શ્રી કિશોરભાઈ અંદીપરા, ભીખાલાલ ખુંટ, હંસરાજભાઈ કાલરીયા,રસિકભાઈ, ડિજ્ઞેશભાઈ કાલરીયા, ભૂતપૂર્વ સરપંચ શ્રી જેન્તીભાઇ ભાલાળા, પરબેશ્વર મહાદેવ મંદિરનાં મહંતશ્રી જગાબાપુ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની પુરી તકેદારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/feed/ 0 1802