Nagarpalika Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/nagarpalika/ News for India Tue, 19 Oct 2021 09:24:22 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Nagarpalika Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/nagarpalika/ 32 32 174330959 એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/ http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/#respond Tue, 19 Oct 2021 08:51:27 +0000 http://revoltnewsindia.com/?p=3792 “બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા” જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને…

The post એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

“બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા”

જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને ગયા પરંતુ એક વાર પણ સંતોષકારક કામ થયું ન હતું. પરંતુ તે જ વિસ્તારના જાગૃત યુવાન તરુણ પારધી (Tarun Parghi) ની એક બેઠકમાં ચોટદાર રજુઆતમાં વિસ્તારને પડતી હાલાકી સુંદર રીતે વર્ણવી હતી. જેને ધ્યાને લઈને બીજે દિવસે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા (MLA Jayesh Radidiya) એ રોડ-રસ્તાનું (Road) કામકાજ શરૂ કરાવી આપ્યું હતું.

ગત રવિવારના દિવસે અનુ.જાતિ સમાજના આગેવાનો નવાગઢ ચોકડી ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુ બાબતે જયેશભાઇ રાદડિયા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા સાથે બેઠક કરી હતી.

Photo: અનુ.જાતિ સમાજના આગેવાનોની MLA જયેશ રાદડિયા સાથે થયેલ મિટિંગ

જેમાં લાખાભાઈ સૌંદરવા, કાળા ભાઈ ચાવડા, કાંતિભાઈ વેગડા, જીતુભાઇ પારધી સહિતના આગેવાનો હાજર હતા. તે સમયે જેતપુર શહેર/તાલુકા ફુલે-આંબેડકર મિશનની ટીમના યુવાનો પણ બેઠકમાં જોડાયા હતા.

તે દરમિયાન જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-1 દાસીજીવણ પરા (નવાગઢ ધાર)ના જાગૃત યુવાન તરૂણ પારધીએ પોતાના વિસ્તારના લોકોને પડતી હાલકીથી વાકેફ કરાવ્યા હતા. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈએ જયેશભાઈ રાદડિયાની સૂચના મુજબ તત્પરતા દર્શાવી હતી. અને બીજા જ દિવસે કામ શરૂ કરાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને યુવાનોમાં એક અનોખો જોશ ભર્યો હતો.

Photo: દાસીજીવણપરામાં કામગીરી શરૂ કરતી જેતપુર પાલિકા

યુવાનોની મંગણીઓ પુરી કરવાનો વિશ્વાસ અપાવતા જયેશ રાદડિયા

14 એપ્રિલ 2022 પહેલા બાબા સાહેબની પ્રતિમાની નવીનીકરણની માંગ કરતા ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના યુવાનોએ રજુઆત કરી હતી કે હાલ જે જેતપુરના સરદાર ગાર્ડન પાસે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે.

ત્યાં પરિસરની જગ્યા વધારવામાં આવે અને ચડવા-ઉતરવા સહિતની સિડીઓ બનાવી રીનોવેશન કરવામાં આવે અને કાયમી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે. તે સમયે જયેશભાઈ રાદડિયા સહિત સુરેશભાઈ સખરેલીયાએ આ બાબતને પણ ધ્યાને લઇ આગામી 14 એપ્રિલ પેલા કામ-કાજ પૂર્ણ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ પણ વાંચો:

Loading

The post એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/feed/ 0 3792
લો બોલો! સ્વછતા એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદનું ઓનલાઇન જ નિરાકરણ આવી ગયું http://revoltnewsindia.com/the-complaint-filed-by-the-lo-bolo-sanitation-application-has-been-resolved-online/3355/ http://revoltnewsindia.com/the-complaint-filed-by-the-lo-bolo-sanitation-application-has-been-resolved-online/3355/#respond Thu, 30 Sep 2021 09:13:07 +0000 https://revoltnewsindia.com/?p=3355 Jetpur: આપણા આળસુ અધિકારીઓની આળસવૃતિ જનતાથી અજાણી નથી. ત્યારે કેટલીક અરજીઓ અને ફરિયાદોનું કાગળ પર જ નિરાકરણ આવી જાય છે, ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા અને મહાનગરપાલિકાના નાગરિકો સ્વછતાને…

The post લો બોલો! સ્વછતા એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદનું ઓનલાઇન જ નિરાકરણ આવી ગયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: આપણા આળસુ અધિકારીઓની આળસવૃતિ જનતાથી અજાણી નથી. ત્યારે કેટલીક અરજીઓ અને ફરિયાદોનું કાગળ પર જ નિરાકરણ આવી જાય છે, ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા અને મહાનગરપાલિકાના નાગરિકો સ્વછતાને લગતી ફરિયાદ ઓનલાઇન કરતા થાય તે હેતુથી સ્વછતા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર (Union Government)ના સ્વચ્છ ભારત મિશન અન્વયે દેશભરમાંથી પસંદ કરવામાં આવેલ શહેરોને સ્વચ્છતા અંગે કાર્યો કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

સ્થળની પર સ્થિતિ અને લોકોને પડતી તકલીફ યથાવત

પ્રથમ દસમાં નામ મેળવવા માટે વિવિધ શહેરો વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે, પરંતુ જેતપુર-નવાગઢ નગરપાલિકાના (Jetpur-Navagadh Nagarpalika) આળસુ અધિકારીઓની આળસવૃતિ અને અણઘડ નીતિને લીધે આજે શહેરમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે.

એક અઠવાડિયા અગાઉ જેતપુરના પત્રકાર સુનિલ જમોડ દ્વારા સ્વછતા એપ્લિકેશન મારફતે આઈ. ડી. નં. W020990C25693651થી ધોરાજી રોડ પર આવેલ ફાટક પાસે ભૂગર્ભગટરના પાણી રોડ પર છલકાઈને વહી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના અનુસંધાને જેતપુર-નવાગઢ નગરપાલિકાના કર્મચારી દ્વારા અરજદાર સુનિલ જમોડને ફોન કરી વરસાદ ચાલુ હોય આવતીકાલે ફરિયાદનું નિરાકરણ કરશુ તેવું જણાવવામાં આવ્યું હતું.

પરંતુ, અધિકારીઓ અને કર્મચારીઓની આળસવૃતિને લીધે ફરિયાદનું નિરાકરણ આવ્યું ન હતું. અરજદાર સુનિલ જમોડ દ્વારા સ્વછતા એપ્લિકેશનમાં ફરિયાદનું નિરાકરણ આવી ગયું હોવાનું માલુમ પડતા જ સ્થળ પર જઈ તાસ કરતા ફરિયાદનું નિરાકરણ માત્ર સ્વચ્છતા એપ્લિકેશનમાં જ આવ્યું હતું અને સ્થળ પર સ્થિતિ યથાવત જોવા મળી હતી.

Loading

The post લો બોલો! સ્વછતા એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદનું ઓનલાઇન જ નિરાકરણ આવી ગયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-complaint-filed-by-the-lo-bolo-sanitation-application-has-been-resolved-online/3355/feed/ 0 3355
Jetpur: ગજબ! આઝાદીના 75 વર્ષ બાદ પણ જેતપુરના વોર્ડ-1 ના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જ નથી http://revoltnewsindia.com/jetpur-even-after-75-years-of-independence-there-are-no-basic-facilities-in-ward-1-areas-of-jetpur/3256/ http://revoltnewsindia.com/jetpur-even-after-75-years-of-independence-there-are-no-basic-facilities-in-ward-1-areas-of-jetpur/3256/#respond Mon, 27 Sep 2021 09:42:32 +0000 https://revoltnewsindia.com/?p=3256 જેતપુરમાં આજે જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર-1 ના અલગ-અલગ વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવાયું હતુ. ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ નથી આવી…

The post Jetpur: ગજબ! આઝાદીના 75 વર્ષ બાદ પણ જેતપુરના વોર્ડ-1 ના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જ નથી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરમાં આજે જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર-1 ના અલગ-અલગ વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવાયું હતુ.

ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી આ વિસ્તારોમાં

જેતપુર પાલિકાની હદ હેઠળ આવતા ધોરાજી રોડ પર આવેલા દાસીજીવણ પરા, કૃષ્ણનગર, આંબલીયા નગર અને જલારામનગર 1,2,3 ના રહેવાસીઓ દ્વારા આક્રોશ સાથે રજુઆત કરવામાં આવી હતી કે તેમના વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી. તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું પણ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કર્યો થયા જ કેમ નથી. શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું?

આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે.જો કે વોર્ડ નંબર-1 રહેવાસીઓ દ્વારા અગાઉ 2019 માં પણ પાયાની સુવિધાઓ આપવા માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા. પણ સ્થિતિ “જે સે થે” મુજબની જોવા મળે છે.

માંગો ન સ્વીકારાય તો આંદોલનની આપવામાં આવી ચીમકી

જોકે આ વિસ્તારોના લોકો દ્વારા આજે અપાયેલા આવેદનપત્રમાં તે પણ જણાવ્યું હતું કે જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ સાથે આ વિસ્તારના લોકોની સમસ્યાઓમાં શહેર વિકાસ સમિતિ જેતપુર દ્વારા પણ ટેકો જાહેર કર્યો હતો અને શહેર વિકાસ સમિતિ જેતપુરના સંયોજક મનોજ પારઘી પણ આ લોકો સમસ્યાઓમાં લોકોની સાથે જોવા મળ્યા હતા.

Loading

The post Jetpur: ગજબ! આઝાદીના 75 વર્ષ બાદ પણ જેતપુરના વોર્ડ-1 ના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જ નથી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-even-after-75-years-of-independence-there-are-no-basic-facilities-in-ward-1-areas-of-jetpur/3256/feed/ 0 3256
જેતપુર નગરપાલિકા વોર્ડનં ૧ની હાલત આફ્રિકાના ગામડાઓ કરતા પણ બદતર | છેલ્લા ૩૫ વર્ષથી ‘વિકાસ’નો ચડ્યો છે આફરો! ક્યારે જન્મશે વિકાસ ? http://revoltnewsindia.com/the-condition-of-jetpur-nagarpalika-ward-1-is-worse-than-the-villages-of-africa/1270/ http://revoltnewsindia.com/the-condition-of-jetpur-nagarpalika-ward-1-is-worse-than-the-villages-of-africa/1270/#respond Mon, 17 Aug 2020 11:58:14 +0000 https://revoltnewsindia.com/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%a8%e0%aa%82/ માત્ર વાંચવામાં સારો લાગતો શબ્દ ‘એક નંબર વોર્ડ’ હકીકતમાં છેલ્લા નંબરને પણ શરમાવે તેવી સ્થિતિમાં ! જેતપુરના નવાગઢ કેનાલ કાંઠે આવેલો મહત્તમ દલિત વસ્તી ધરાવતો દાસીજીવણ પરા વિસ્તાર કે જ્યાં…

The post જેતપુર નગરપાલિકા વોર્ડનં ૧ની હાલત આફ્રિકાના ગામડાઓ કરતા પણ બદતર | છેલ્લા ૩૫ વર્ષથી ‘વિકાસ’નો ચડ્યો છે આફરો! ક્યારે જન્મશે વિકાસ ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

માત્ર વાંચવામાં સારો લાગતો શબ્દ ‘એક નંબર વોર્ડ’ હકીકતમાં છેલ્લા નંબરને પણ શરમાવે તેવી સ્થિતિમાં !

જેતપુરના નવાગઢ કેનાલ કાંઠે આવેલો મહત્તમ દલિત વસ્તી ધરાવતો દાસીજીવણ પરા વિસ્તાર કે જ્યાં વિકાસ આભડછેટ રાખીને બેઠો હોય તેવું લાગે છે.છેલ્લા કેટલા વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત આ વિસ્તારની પ્રજા,રોડ રસ્તા માટે વલખા મારે છે.એક બાજુ ચોમાસુ તો પુર બહારમાં ખીલ્યું છે પણ તેની મજા માણવાને બદલે લોકો અહીં જાણે તેની સજા ભોગવી રહ્યા હોય તેવું લાગે છે.ચારે બાજુ કાદવ-કીચડમાં મજબુરીથી પસાર થતા લોકો અને તેમાં થતી ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સામે લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહ્યા છે.મત માંગવા સમયે સૂફીયાણી વાતો કરતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ જાણે મિસ્ટર ઇન્ડીયા થઈ ગયા છે!
જેતપુરના એવા વિસ્તારો કે જ્યાં મોટા ભાગે સવર્ણોની વસ્તી છે અને એક ચોક્કસ પાર્ટી માટે,મોટી મોટી વોટ બેંકો સાબિત થાય છે. તેવા વિસ્તારોમાં વર્ષમાં બે બે ત્રણ ત્રણ વાર રસ્તાઓ બને છે અથવા તો રીપેર થાય છે.

નગર પાલિકા દ્વારા ધરે ધરે બહાર બેસવાના બાંકડાઓ જેતપુરમાં બીજે ક્યાંય નહિ અને અમુક ચોક્કસ વિસ્તારોમાં જ જોવા મળે છે.નગરપાલિકાના આ બાંકડાઓ અમુક ફાર્મહાઉસ/કારખાનાઓ તેમજ ઘર આંગડાના બગીચાઓની પણ શોભા વધારી રહ્યા છે.દાસીજીવણ પરા જેવા વિસ્તારો જે પછાત અને ગરીબ છે તેની કાલાવેલી સાંભળવા શાસકો પોતાના કાન જાણે ખિસ્સામાં રાખી દયે છે! શું આવા ગરીબ મતદારો અને વિસ્તારો વોટ બેંકના રાજકારણનો ભોગ બની રહ્યા છે ? સમગ્ર દેશ ભલે સ્વતંત્રતાના ૭૪ વર્ષની ઉજવણી કરતો હોય પરંતુ આવા વિસ્તારોના લોકો આજે પણ આઝાદ દેશના લાચાર ગુલામો જેવી જિંદગી જીવી રહ્યા છે અને તેની આવી હાલત બનાવી નાખતા જવાબદારો ભારતના લોકતંત્ર ઉપર દાગ ઉપસાવી રહ્યા છે.


રિપોર્ટ: રાહુલ વેગડા, જેતપુર
મો.: 9601155576

Loading

The post જેતપુર નગરપાલિકા વોર્ડનં ૧ની હાલત આફ્રિકાના ગામડાઓ કરતા પણ બદતર | છેલ્લા ૩૫ વર્ષથી ‘વિકાસ’નો ચડ્યો છે આફરો! ક્યારે જન્મશે વિકાસ ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-condition-of-jetpur-nagarpalika-ward-1-is-worse-than-the-villages-of-africa/1270/feed/ 0 1270
જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ http://revoltnewsindia.com/jetpur-nagarpalika-water-problems-protest-by-women/817/ http://revoltnewsindia.com/jetpur-nagarpalika-water-problems-protest-by-women/817/#respond Tue, 12 May 2020 09:32:09 +0000 http://revoltnewsindia.com/?p=817 રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં સતાના જોરે નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી હોવાની કોંગ્રેસના સદસ્યા દ્વારા અનેક આવેદનપત્ર બાદ પણ કંઈ…

The post જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર

જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં સતાના જોરે નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી હોવાની કોંગ્રેસના સદસ્યા દ્વારા અનેક આવેદનપત્ર બાદ પણ કંઈ પગલાં ન લેવાતા આજે બહોળી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ ગેરકાયદેસર લાઈન તોડી નાખી હતી.

જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના પતિ સુરેશભાઈ કે જે પોતે પણ પૂર્વ પ્રમુખ છે તેમનું સાંમાકાંઠા વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે જ ગેરકાયદેસર સોફર (સાડીનું યુનિટ) પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઝડપી સીલ મારી દીધું અને સુરેશ પ્રીન્ટ નામના સાડીના કારખાનાને ક્લોઝર આપી દીધું હતું. જોકે આ ક્લોઝર રાજકીય તાકાતના ઝોરે માત્ર દસ દિવસમાં જ ખોલાવી લીધું જતું.

પૂર્વ પ્રમુખ દ્વારા ગેરકાયદેસર સોફર ચાલવાની પ્રદુષણ બોર્ડને ફરીયાદ કરનાર નગરપાલીકામાં કોંગ્રેસના સદસ્યા શારદાબેન વેગડા દ્વારા નગરપાલીકાના ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક નગર નિયોજકને આ પૂર્વ પ્રમુખે સત્તાના ઝોરે નગરપાલીકાની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે અઢી ઇંચની મોટી લાઈન પોતાના કારખાનામાં લઇ લુધી હોવાની ફરીયાદ પણ કરી હતી.

જે બાબતે અધિકારીઓએ માત્ર તપાસનું નાટક જ કરે રાખ્યું, અને આ બાજુ સામાકાંઠા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં કાયદેસર પાણીના કનેક્શનમાં પાણી જ આવતું ન હોવાથી સ્થાનિક મહિલાઓ પાણી માટે હેરાન પરેશાન થઈ એક એક પાણીના બેડા માટે વાડીઓમાં રઝળપાટ કરવી પડે છે.

જેથી પાણી સમસ્યાએ વિકરાળરૂપ લીધું અને બીજું બાજુ ગેરકાયદેસર લાઈનથી પૂર્વ પ્રમુખના કારખાનાનો પાણીનો ટાંકો છલકાઈને સો વિઘાના ખેતરમાં પિયત થઈ જાય તેટલું પાણી વોકળામાં વહી જતું જોય શારદાબેને આજે ચીફ ઓફિસર નવનીત પટેલને આવેદનપત્ર આપી પોતાની સાથે આવીને ગેરકાયદેસર લાઈનનું પંચરોજકામ કરી તે લાઈન દૂર કરી પ્રમુખ સામે પગલાં ભરવાની રજુઆત કરી પરંતુ સતા સામે ચીફ લાચાર હોવાથી તેમને કોંગ્રેસના સદસ્યાંને પોતે ગેરકાયદેસર લાઈન બાબતે યોગ્ય કાર્યવાહી કરશે તેવું લેખિતમાં આપ્યું.

પરંતુ સામાંકાંઠા વિસ્તાર પાણી વગર ટળવળતો હોવાથી શારદાબેનની આગેવાનીમાં બહોળી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકથી થઈ પૂર્વ પ્રમુખની પાણીની લાઈન તોડી નાખી જેની જાણ પોલીસને થતા પૂરતા બંદોબસ્ત સાથે પોલીસ ઘટના સ્થળે તો પહોંચી પણ ગેરકાયદેસર લાઈન તોડી હોવાથી કોની સામે પગલાં ભરવા તે મૂંઝવણમાં કોઈ કાર્યવાહી કર્યા વગર ત્યાંથી ચાલતી પકડી હતી.

Dineshkumar Rathod (Editor-in-Chief)

Revolt News India

Mo.98799 14491

Loading

The post જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-nagarpalika-water-problems-protest-by-women/817/feed/ 0 817