NewDelhi Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newdelhi/ News for India Fri, 26 Nov 2021 16:05:41 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png NewDelhi Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newdelhi/ 32 32 174330959 બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું http://revoltnewsindia.com/on-constitution-day-kailash-satyarthi-childrens-foundation-taught-the-constitution-to-over-50-million-children-and-about-their-duties-and-rights/4654/ http://revoltnewsindia.com/on-constitution-day-kailash-satyarthi-childrens-foundation-taught-the-constitution-to-over-50-million-children-and-about-their-duties-and-rights/4654/#respond Fri, 26 Nov 2021 12:52:13 +0000 https://revoltnewsindia.com/?p=4654 કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (KSCF) એ તેની ભાગીદાર સંસ્થાઓ સાથે દેશભરના 20 રાજ્યોના 478 જિલ્લાઓમાં સરકાર અને વહીવટીતંત્ર સાથે મળીને 8 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરીને બંધારણ દિવસની ઉજવણી…

The post બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (KSCF) એ તેની ભાગીદાર સંસ્થાઓ સાથે દેશભરના 20 રાજ્યોના 478 જિલ્લાઓમાં સરકાર અને વહીવટીતંત્ર સાથે મળીને 8 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરીને બંધારણ દિવસની ઉજવણી કરી.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં 5 કરોડથી વધુ બાળકોએ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કર્યું હતું અને તેમના અધિકારો અને ફરજો નિભાવવાના શપથ પણ લીધા હતા. બંધારણ દિવસ નિમિત્તે આટલા બાળકો સુધી પહેલીવાર કોઈ NGO પહોચી છે.

બીજી તરફ આટલા મોટા પાયા પર અંતરિયાળ વિસ્તારોમાં વસતા વંચિતોથી લઈને વિશેષાધિકૃત બાળકો સુધી સૌપ્રથમવાર બંધારણની પ્રસ્તાવના એકસાથે વાંચવામાં આવી.

બાળકોના બંધારણના પાઠનો આ કાર્યક્રમ KSCF દ્વારા દેશની રાજધાની દિલ્હી, રાજ્યના મુખ્યાલય અને જિલ્લાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી યોજવામાં આવ્યો હતો.

જેમાં ખાનગી અને સરકારી શાળાઓના 5,05,54,417 બાળકો, આંગણવાડી અને બાળ સંભાળ સંસ્થા, કાનૂની સેવા સત્તા મંડળ સહિત બાલ મિત્ર ગામ, બાલ મિત્ર મંડળ અને અન્ય ઘણી સંસ્થાઓએ ભાગ લીધો હતો. તેમાં મોટાભાગે દૂરના, અતિ પછાત વિસ્તારોથી લઈને આદિવાસી, વંચિત અને સીમાંત બાળકોએ ભાગ લીધો હતો.

રાજ્ય સરકારોના સહયોગથી આયોજિત કાર્યક્રમોમાં દેશભરની 2,17,953 શાળાઓ, 6,47,570 આંગણવાડી કેન્દ્રો, 7,206 બાળ સંભાળ સંસ્થાઓમાં બંધારણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ ભાગોમાં આયોજિત 8,72,729 કાર્યક્રમોમાં બાળકોએ બંધારણની પ્રસ્તાવનાનું સરળ અને સ્થાનિક ભાષામાં પઠન કર્યું હતું.

બાળકોને ભારતીય બંધારણમાં દર્શાવેલ અધિકારો, ફરજો અને તેમની મુખ્ય વિશેષતાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોએ બંધારણમાં દર્શાવેલ ફરજો અને અધિકારો બજાવવાના શપથ પણ લીધા હતા.

જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિ દેશની રાજધાની દિલ્હીમાં બંધારણ દિવસ પર સંસદને સંબોધિત કરી રહ્યા હતા, તે જ સમયે સંસદથી થોડે દૂર આવેલા સ્લમ બસ્તી સંજય કેમ્પની 12 વર્ષીય આસ્માએ બસ્તીના બાળકોને સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કરાવ્યું.

કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાલ મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આત્માએ બાળકોને તેમની ફરજ અને અધિકારના શપથ લેવડાવ્યા હતા.

આસ્મા બાળકો ધ્વારા પસંદ કરાયેલ બાળ પરિષદની ઉપાધ્યક્ષ છે. આ પ્રસંગે, શિક્ષણના અધિકાર વિશે વાત કરતાં નાની આસ્માએ કહ્યું, “અમારામાંથી ઘણા બાળકો શાળાથી દૂર હતા અને મજૂરી કરતા હતા.

આજે તેઓ શાળાએ જઈ રહ્યા છે. તે આ બંધારણની ઉપજ છે. એટલા માટે અમે શપથ લીધા કે અમે અમારા અધિકારો મેળવીશું અને અમારી ફરજો બજાવીશું.” સંજય કેમ્પમાં એક સમયે બાળ મજૂરોની સંખ્યા વધુ હતી, તેઓ કામ છોડીને શાળાએ જઈને અભ્યાસ કરે છે.

ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.

વર્ષ 1949 માં, બંધારણ સભા દ્વારા 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, જે 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું હતું. ભારત સરકાર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર એક વર્ષ માટે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે.

જે દરમિયાન આ વખતે બંધારણ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી. કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પણ સરકાર સાથે મળીને બંધારણ દિવસની ઉજવણી કરી અને ઈતિહાસ રચ્યો.

કાર્યક્રમમાં બાળકોની ઐતિહાસિક સહભાગિતા પર ટિપ્પણી કરતા, કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી શરદ ચંદ્ર સિંહાએ કહ્યું, “અમને એ જાણીને આનંદ થાય છે કે અમારા સમર્થનથી, વિવિધ પૃષ્ઠભૂમિના બાળકોએ બંધારણની પ્રસ્તાવના વાંચી તેમનું યોગદાન આપ્યું છે.

નીચલા વર્ગમાં ભણતા બાળકો કે જેઓ પોતે વાંચી શકતા ન હતા તેઓને બંધારણનો પાઠ (વાંચી સંભળાવી) ભણાવવામાં આવ્યો હતો. બાળકોને બંધારણમાં સમાવિષ્ટ દરેક નાગરિકના અધિકારો અને ફરજો વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

અમે અમારા બાળકોમાં ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો કેળવવા અને તેમને તેમના અધિકારો અને ફરજો વિશે જાગૃત કરવા માટે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં કર્યો છે. અમે દૃઢપણે માનીએ છીએ કે ન્યાયી, સમાન અને અખંડ ભારતનું નિર્માણ કરવાનો એકમાત્ર રસ્તો આપણા બંધારણમાં સમાવિષ્ટ ઉચ્ચ મૂલ્યો કેળવવાનો છે.”

બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ પંજાબ, હરિયાણા, રાજસ્થાન,ગુજરાત,ઉત્તરાખંડ,બિહાર, ઝારખંડ,આસામ,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,હરિયાણા,ચંદીગઢ,જમ્મુ અને કાશ્મીર,પશ્ચિમ બંગાળ,તેલંગાણા,આંધ્રપ્રદેશ,તમિલનાડુ,કર્ણાટક,કેરળ આંદામાન અને નિકોબાર સહિત દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં યોજાયો.

આ કાર્યક્રમ બાળકોમાં બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો કેળવવા અને તેમને તેમના અધિકારો અને ફરજોથી વાકેફ કરવા માટે ઉજવવામાં આવ્યો હતો. નવી પેઢીને જાગૃત કરવામાં આવી હતી કે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવની દરેક કિંમતે રક્ષા કરવાની છે.

Loading

The post બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/on-constitution-day-kailash-satyarthi-childrens-foundation-taught-the-constitution-to-over-50-million-children-and-about-their-duties-and-rights/4654/feed/ 0 4654
Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/ http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/#respond Fri, 06 Aug 2021 07:40:23 +0000 https://revoltnewsindia.com/?p=1945 ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો…

The post Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
Art credit: Lokesh pooja ukey

ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો પુરી દુનિયા વાકેફ થઈ ચૂકી છે અને તેના પડઘા સમગ્ર ભારત અને દુનિયામાં પડ્યાં હતા.

થાનગઢમાં 2012માં થયેલા દલિત હત્યાકાંડમાં ત્રણ દલિત યુવાનોની ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી.
ગુજરાત દલિત અત્યાચારો કોઈ નવી બાબત નથી. દલિત યુવાનો મૂછો રાખે કે ઘોડી પર પણ બેસે ત્યારે પણ તેમના પર અત્યાચારો થવાની ઘટનાઓ કોઈ નવી બાબત નથી.

ઉત્તર ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા જ એક દલિત યુવાન જે પોતે દેશની સેનામાં સેવા આપતો હોય અને પોતાના લગ્નનો વરઘોડા કાઢવા માટે પોલીસ રક્ષણ લેવું પડતું હોય તો તેનાથી બીજી શરમજનક બાબત કઈ કહી શકાય ગુજરાત માટે?

Photo source: Social media

આવી બનતી અનેક દલિત અત્યાચારોની ઘટનાઓ અંગે મૌન સેવી લેતા જેતપુરના મોરચવાળા કથિત દલિત આગેવાનો દ્વારા નવી દિલ્હીમાં થયેલ ગેંગરેપની ઘટના અંગે આજે આવેદન આપતા જોવાયા હતા. જે લોકો ઊત્તરપ્રદેશના હાથરસકાંડ વખતે ઉંદરની જેમ દરમાં સંતાઈ ગયા હતા.

હવે આ મોરચાવાળા કથિત દલિત આગેવાનોનો અંતરાત્મા જાગ્યો કેમ ?

તાજેતરમાં જ નવી દિલ્હીમાં એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અમાનવીય ઘટનાને દેશના તમામ નાગરિકોએ વખોડવી જ જોઈએ. નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સારું કાઠું કાઢી રહી છે. જેના કારણે પણ જેતપુરના મોરચાવાળા કથિત દલિત આગેવાનો આવેદનો આપતા જોવા મળ્યા હોય શકે.

Loading

The post Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/feed/ 0 1945
प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत http://revoltnewsindia.com/telephone-conversation-between-prime-minister-narendra-modi-and-president-of-tanzania-joseph-magufuli%e0%a4%aa%e0%a5%8d%e0%a4%b0%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8%e0%a4%ae%e0%a4%82%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0/1129/ http://revoltnewsindia.com/telephone-conversation-between-prime-minister-narendra-modi-and-president-of-tanzania-joseph-magufuli%e0%a4%aa%e0%a5%8d%e0%a4%b0%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8%e0%a4%ae%e0%a4%82%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0/1129/#respond Sat, 13 Jun 2020 05:13:40 +0000 http://revoltnewsindia.com/?p=1129 प्रधानमंत्री ने जुलाई 2016 में दार-ए-स्‍लाम कीअपनी यात्रा को स्‍नेहपूर्वक याद किया और इस बात पर जोर दिया कि भारत तंजानिया के साथ अपने परम्‍परागत मैत्रीपूर्ण संबंधों को महत्‍व देता…

The post प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत appeared first on REVOLT NEWS INDIA.

]]>

प्रधानमंत्री ने जुलाई 2016 में दार-ए-स्‍लाम कीअपनी यात्रा को स्‍नेहपूर्वक याद किया और इस बात पर जोर दिया कि भारत तंजानिया के साथ अपने परम्‍परागत मैत्रीपूर्ण संबंधों को महत्‍व देता है. उन्होंने तंजानिया की सरकार और लोगों की आकांक्षाओं और जरूरतों के अनुसार तंजानिया की विकास यात्रा में, उसके साथ सहभागी बनने की भारत की प्रतिबद्धता को दोहरायाम.

प्रधानमंत्री ने कोविड-19 के मद्देनजर तंजानिया से भारतीय नागरिकों को बाहर निकालने के लिए तंजानियाई अधिकारियों द्वारा प्रदान की गई सहायता के लिए राष्ट्रपति डॉ. मैगुफुली को धन्यवाद दिया.

दोनों नेताओं ने समग्र द्विपक्षीय संबंधों की समीक्षा की। उन्होंने भारत और तंजानिया के बीच बढ़ती विकास साझेदारी, शैक्षिक संपर्क और व्यापार और निवेश प्रवाह पर संतोष व्यक्त किया और इस प्रवृत्ति में और तेजी लाने की संभावनाओं पर चर्चा की।

प्रधानमंत्री ने इस साल के अंत में होने वाले आगामी राष्ट्रपति और संसदीय चुनावों के लिए महामहिम राष्ट्रपति मैगुफुली और तंजानिया के लोगों को शुभकामनाएं दीं।

Loading

The post प्रधानमंत्री नरेन्‍द्र मोदी और तंजानिया के राष्‍ट्रपति जोसफ मैगुफूली के बीच टेलीफोन पर बातचीत appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/telephone-conversation-between-prime-minister-narendra-modi-and-president-of-tanzania-joseph-magufuli%e0%a4%aa%e0%a5%8d%e0%a4%b0%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8%e0%a4%ae%e0%a4%82%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0/1129/feed/ 0 1129