OnlineComplaint Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/onlinecomplaint/ News for India Thu, 30 Sep 2021 09:15:08 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png OnlineComplaint Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/onlinecomplaint/ 32 32 174330959 લો બોલો! સ્વછતા એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદનું ઓનલાઇન જ નિરાકરણ આવી ગયું http://revoltnewsindia.com/the-complaint-filed-by-the-lo-bolo-sanitation-application-has-been-resolved-online/3355/ http://revoltnewsindia.com/the-complaint-filed-by-the-lo-bolo-sanitation-application-has-been-resolved-online/3355/#respond Thu, 30 Sep 2021 09:13:07 +0000 https://revoltnewsindia.com/?p=3355 Jetpur: આપણા આળસુ અધિકારીઓની આળસવૃતિ જનતાથી અજાણી નથી. ત્યારે કેટલીક અરજીઓ અને ફરિયાદોનું કાગળ પર જ નિરાકરણ આવી જાય છે, ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા અને મહાનગરપાલિકાના નાગરિકો સ્વછતાને…

The post લો બોલો! સ્વછતા એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદનું ઓનલાઇન જ નિરાકરણ આવી ગયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: આપણા આળસુ અધિકારીઓની આળસવૃતિ જનતાથી અજાણી નથી. ત્યારે કેટલીક અરજીઓ અને ફરિયાદોનું કાગળ પર જ નિરાકરણ આવી જાય છે, ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા અને મહાનગરપાલિકાના નાગરિકો સ્વછતાને લગતી ફરિયાદ ઓનલાઇન કરતા થાય તે હેતુથી સ્વછતા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર (Union Government)ના સ્વચ્છ ભારત મિશન અન્વયે દેશભરમાંથી પસંદ કરવામાં આવેલ શહેરોને સ્વચ્છતા અંગે કાર્યો કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

સ્થળની પર સ્થિતિ અને લોકોને પડતી તકલીફ યથાવત

પ્રથમ દસમાં નામ મેળવવા માટે વિવિધ શહેરો વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે, પરંતુ જેતપુર-નવાગઢ નગરપાલિકાના (Jetpur-Navagadh Nagarpalika) આળસુ અધિકારીઓની આળસવૃતિ અને અણઘડ નીતિને લીધે આજે શહેરમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે.

એક અઠવાડિયા અગાઉ જેતપુરના પત્રકાર સુનિલ જમોડ દ્વારા સ્વછતા એપ્લિકેશન મારફતે આઈ. ડી. નં. W020990C25693651થી ધોરાજી રોડ પર આવેલ ફાટક પાસે ભૂગર્ભગટરના પાણી રોડ પર છલકાઈને વહી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના અનુસંધાને જેતપુર-નવાગઢ નગરપાલિકાના કર્મચારી દ્વારા અરજદાર સુનિલ જમોડને ફોન કરી વરસાદ ચાલુ હોય આવતીકાલે ફરિયાદનું નિરાકરણ કરશુ તેવું જણાવવામાં આવ્યું હતું.

પરંતુ, અધિકારીઓ અને કર્મચારીઓની આળસવૃતિને લીધે ફરિયાદનું નિરાકરણ આવ્યું ન હતું. અરજદાર સુનિલ જમોડ દ્વારા સ્વછતા એપ્લિકેશનમાં ફરિયાદનું નિરાકરણ આવી ગયું હોવાનું માલુમ પડતા જ સ્થળ પર જઈ તાસ કરતા ફરિયાદનું નિરાકરણ માત્ર સ્વચ્છતા એપ્લિકેશનમાં જ આવ્યું હતું અને સ્થળ પર સ્થિતિ યથાવત જોવા મળી હતી.

Loading

The post લો બોલો! સ્વછતા એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદનું ઓનલાઇન જ નિરાકરણ આવી ગયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-complaint-filed-by-the-lo-bolo-sanitation-application-has-been-resolved-online/3355/feed/ 0 3355