PoliceRecruitment Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/policerecruitment/ News for India Thu, 25 Nov 2021 10:17:53 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png PoliceRecruitment Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/policerecruitment/ 32 32 174330959 ધોરાજીમાં ફરજ બજાવતા યુવા PSI દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે શરૂ કર્યા ફ્રી કોચિંગ ક્લાસ http://revoltnewsindia.com/young-cops-on-duty-in-dhoraji-start-free-coaching-classes-for-candidates-in-preparation-for-police-recruitment/4626/ http://revoltnewsindia.com/young-cops-on-duty-in-dhoraji-start-free-coaching-classes-for-candidates-in-preparation-for-police-recruitment/4626/#respond Thu, 25 Nov 2021 09:54:33 +0000 https://revoltnewsindia.com/?p=4626 ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું સૂત્ર “શિક્ષિત બનો”ને સાર્થક કરવાની નાનકડી પહેલ કરતું ‘નોલેજ સોસાયટી ધોરાજી’ દ્વારા  પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવાર ભાઈઓ બહેનો માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા…

The post ધોરાજીમાં ફરજ બજાવતા યુવા PSI દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે શરૂ કર્યા ફ્રી કોચિંગ ક્લાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું સૂત્ર “શિક્ષિત બનો”ને સાર્થક કરવાની નાનકડી પહેલ કરતું ‘નોલેજ સોસાયટી ધોરાજી’ દ્વારા  પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવાર ભાઈઓ બહેનો માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લેખિત-શારીરિકની તૈયારી સાથે બહાર ગામના ઉમેદવારો માટે મફત રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજન ધોરાજી પોલીસમાં યુવા PSI તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ મકવાણાની સીધી દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. જેમાં ખભેથી ખભો મિલાવી યોગેશભાઈ ભાષા તેમજ સાથી મિત્રો અને આસપાસના તાલુકાનાં અનુ જાતિના આગેવાનો અને સમાજના સહિયારા સહયોગથી ઉમેદવાર ભાઈઓ બહેનો માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

200 આસપાસની સંખ્યામાં ઉમેદવાર ભાઈઓ બહેનો નિયમિત અનુભવી ફેકલ્ટી પાસેથી પરીક્ષા લક્ષી વિવિધ વિષયોનું કોચિંગ મેળવે છે. સાથે સાથે ટ્રેઇન્ડ અનુભવી કોચ પાસે શારીરિક કસોટી માટેનું પણ પાયેથી ટ્રેનીંગ મેળવે છે અને ખાસ ભરતી માટે જ તૈયાર કરેલા ટ્રેક પર સવાર સાંજ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.

આપને જણાવી આપીએ કે આ આયોજન માત્ર અનુ.જાતિ સમાજના જરૂરિયાતમંદ ઉમેદવારો માટે જ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના નાના એવા ધોરાજી ગામમાં છેક અમદાવાદ, પાટણ, ગીર સોમનાથ જેવા દૂર-દૂરના જિલ્લાઓ માંથી પણ ઉમેદવારો તૈયારી કરવા માટે આવ્યા છે.

એક વાર સરકારી નોકરી અને તેમાં પણ પોલીસ ફોર્સમાં નોકરી મળી જાય તો પોતાની કારકિર્દી અને દેશની સેવામાં કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ યુવાનોને સાચું માર્ગદર્શન આપવામાં અને વધુને વધુ યુવાનોને સરકારી નોકરી મેળવે તે માટે થઈને સમાજના સહયોગથી આ અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

આ ભગીરથ કાર્ય કરવાની કઈ રીતે પ્રેરણા મળી ? તેના જવાબમાં PSI  સી.એમ મકવાણા જણાવે છે કે, ‘વર્ષ 2015-16 માં મારા વતન મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે અમે તમામ યુવાન છોકરા-છોકરીઓએ મળીને એક એવો નિર્ણય કર્યો કે તમામ પોત-પોતાના ઘરે વાંચન કરે છે, પરંતુ જો એક જગ્યાએ એકત્ર થઇને વાંચન કરવામાં આવે તો તમામને અલગ-અલગ ઉદભવતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થઈ શકે અને તમામને ફાયદારૂપ થાય.

જેથી કૌટુંબિક કાકાનું બંધ પડેલું મકાન થોડું ઘણું સમારકામ કરીને વાંચન કાર્ય માટે શરૂ કર્યું. ધીમે ધીમે સમાજમાથી ₹10,000/- જેટલું ફંડ એકત્રિત કરીને નવા નવા પુસ્તકો વસાવ્યા, અખબારો શરૂ કરાવ્યા અને એમ પ્રવાહ ચાલુ થયો વાંચન નો. જેને નામ આપ્યું ‘નોલેજ સોસાયટી’.

By team Revolt desk

Loading

The post ધોરાજીમાં ફરજ બજાવતા યુવા PSI દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે શરૂ કર્યા ફ્રી કોચિંગ ક્લાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/young-cops-on-duty-in-dhoraji-start-free-coaching-classes-for-candidates-in-preparation-for-police-recruitment/4626/feed/ 0 4626