PrimarySchool Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/primaryschool/ News for India Mon, 03 Apr 2023 05:40:59 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png PrimarySchool Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/primaryschool/ 32 32 174330959 Jetpur: રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ http://revoltnewsindia.com/students-of-mevasa-kumar-shala-selected-nmms-examination-jetpur-rajkot-rni-dr/7477/ http://revoltnewsindia.com/students-of-mevasa-kumar-shala-selected-nmms-examination-jetpur-rajkot-rni-dr/7477/#respond Mon, 03 Apr 2023 04:53:06 +0000 http://revoltnewsindia.com/?p=7477 નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

The post Jetpur: રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>

સરકારી શાળાના વિધાર્થીઓએ વધાર્યું શાળાનું ગૌરવ

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને 1000/- રૂપિયા લેખે સ્કોલરશીપ યોજનાનો નિયમો અનુસાર લાભ મળવાપાત્ર થતો હોય છે.

આ ચારેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મેવાસા ક્લસ્ટરના સીઆરસી ભગતસિંહ ડોડીયા તથા સ્પેશિયલ એજ્યુકેટર ચૌહાણ દિલીપભાઈ દ્વારા એન.એમ.એમ.એસ. પરીક્ષામાં માર્ગદર્શન આપનાર ગણિત-વિજ્ઞાનના શિક્ષક પ્રતિક ચુડાસમા અને મેરીટ પસંદ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Loading

The post Jetpur: રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/students-of-mevasa-kumar-shala-selected-nmms-examination-jetpur-rajkot-rni-dr/7477/feed/ 0 7477
જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ http://revoltnewsindia.com/110-schools-and-16-hospitals-in-saurashtra-including-jamnagar/3388/ http://revoltnewsindia.com/110-schools-and-16-hospitals-in-saurashtra-including-jamnagar/3388/#respond Thu, 30 Sep 2021 16:27:34 +0000 https://revoltnewsindia.com/?p=3388 હાઇકોર્ટના કડક વલણથી સરકારી તંત્રમાં દોડધામ… જામનગર (Jamnagar) જિલ્લા સહિત સૌરાષ્ટ્ર (Saurashtra)–(Kutch) કચ્છની 19 નગરપાલિકાની 110 ખાનગી શાળા (School) અને 16 ખાનગી હોસ્પિટલ (Hospital) ને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા…

The post જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
હાઇકોર્ટના કડક વલણથી સરકારી તંત્રમાં દોડધામ…

Symbolic image

જામનગર (Jamnagar) જિલ્લા સહિત સૌરાષ્ટ્ર (Saurashtra)–(Kutch) કચ્છની 19 નગરપાલિકાની 110 ખાનગી શાળા (School) અને 16 ખાનગી હોસ્પિટલ (Hospital) ને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા રાજ્યના ફાયર ડાયરેક્ટ કે.કે બિશ્નોઇ દ્વારા રિજનલ ફાયર ઓફિસ રાજકોટ (Rajkot) ને સુચના આપતા સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ તમામ શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટી (Fire Safety) ના સાધનો તો નથી જ આ ઉપરાંત જે – તે સમયે શાળા- હોસ્પિટલ શરૂ કરવા માટે લેવામાં આવતી પરવાનગી પણ લીધી નથી. 19. નગરપાલિકાની ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને અવાર – નવાર નોટિસ આપવામાં આવી હતી.

આ તમામ શાળા – હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી. તેમજ શાળા- હોસ્પિટલ કોઈપણ જાતની NOC વગર શરૂ કરી દેવામાં આવી છે.

અંતે રાજકોટ રિજનલ ફાયર ઓફિસ દ્વારા સીલ મારવાનો હુકમ કરાયો છે. રાજકોટ ઝોનની દ્વારકા, ગાંધીધામ ,ગોંડલ , જામજોધપુર જસદણ , જેતપુર , કાલાવડ , કુતિયાણા , મોરબી , ઓખા , પોરબંદર , રાણાવાવ , રાપર , ઉપલેટા , ભચાઉ , ભુજ , ધોરાજી , ધ્રોલ અને સિક્કા નગરપાલિકાની 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલમાં આજે સીલ કરાશે.

રિજિયનલ ફાયર ઓફિસર અનિલ મારુએ જણાવ્યું હતું કે 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે તેમજ NOC વગર ધમધમતી શાળા – હોસ્પિટલને સીલ કરાશે.

હાલ હાઇકોર્ટના કડક વલણ ને લઇ રાજ્યની ફાયર શાખાઓ એક્શનમાં આવી રહી છે જેના પગલે સ્કૂલ/ હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/110-schools-and-16-hospitals-in-saurashtra-including-jamnagar/3388/feed/ 0 3388
હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/#respond Fri, 03 Sep 2021 12:40:23 +0000 https://revoltnewsindia.com/?p=2676 ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ  જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં…

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ 

જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં 6 થી 8ના વર્ગો શરુ થતા (Students) વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના (Covid 19) મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન વર્ગો બંધ હતા. જાણકારોના મતે ઓફલાઈન શિક્ષણનો એક અલગ જ પ્રભાવ હોય છે. જે વિદ્યાર્થીઓ માટે વધુ હિતાવહ છે.

ખાસ કરી ને સોરઠના અનેક ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ અભયાસ કરી શકે તેવો માહોલ નથી, જે એક કડવા સત્ય જેવી વાત છે.

ત્યારે કોરોના (SOP) ગાઈડલાઇનને અનુસરી શરુ કરાયેલ વર્ગોમાં હવે કાતિલ કોરોના રૂપી વિઘ્ન ફરી વખત ન આવે અને બાગના મનમોહક પુષ્પો જેવા બાળકોનો શાળામાં નિરંતર પૂર્વવત રીતે મળતો રહે એવી આપણે પણ આશા સેવીએ.

ડાયરેક્ટ હિટ
જે મજા અને મીઠાસ ‘હાલો ભણવા’ શબ્દ બોલવામાં આવે એવી જ મજા સ્કૂલ જઇયે એના ઉચ્ચારણમાં ન આવે.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ.

Loading

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/feed/ 0 2676