Rally Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rally/ News for India Sat, 23 Oct 2021 16:59:10 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Rally Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rally/ 32 32 174330959 Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/ http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/#respond Sat, 23 Oct 2021 06:11:33 +0000 https://revoltnewsindia.com/?p=3931 ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા…

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન (Farmer Laedar) પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) પણ જોડાયા હતા.

Rajkot: જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જે રીતે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચના અનુસાર જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમાં ઘણા ખરા ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાન ગ્રસ્ત છે તેમને સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે આ રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આગેવાનો સાથે મળી અને ઉપલેટા પંથકના ખેડૂતો સાથે ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર જનાક્રોશ રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા.

આ જનાક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનિયમો વિશે ખેડૂતોને માહિતગાર કાર્ય હતા અને તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવી અને આ સાથે ખાસ રજુઆત કરી હતી.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/feed/ 0 3931
જેતપુરમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓને કારણે મહીલાઓ પુરુષો અને યુવાનો થયાં લાલઘુમ http://revoltnewsindia.com/guj_rajkot_jetpur_hallabol_rally/1577/ http://revoltnewsindia.com/guj_rajkot_jetpur_hallabol_rally/1577/#respond Sat, 06 Mar 2021 06:47:43 +0000 https://revoltnewsindia.com/?p=1577 રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રોડ,રસ્તા,પાણી અને સાફ સફાઈની સમસ્યાઓના લીધે સ્થાનીક લોકો દ્વારા રેલી યોજવામાં આવી અને સ્થાનીક સુધરાઈ સભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેતપુર- નવાગઢ નગરપાલિકાના ચીફ…

The post જેતપુરમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓને કારણે મહીલાઓ પુરુષો અને યુવાનો થયાં લાલઘુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રોડ,રસ્તા,પાણી અને સાફ સફાઈની સમસ્યાઓના લીધે સ્થાનીક લોકો દ્વારા રેલી યોજવામાં આવી અને સ્થાનીક સુધરાઈ સભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેતપુર- નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી પોતાની વેદનાઓ વ્યકત કરી હતી.

હલ્લાબોલ કાર્યક્રમમાં જોડાયા મહિલાઓ,પુરુષો અને યુવાનો

રોડ રસ્તા પાણી અને સફાઈની સમસ્યાઓને કારણે કાઢવામાં આવ્યું સરઘસ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં વોર્ડ નંબર 7 ના લોકો દ્વારા રોડ રસ્તા, પાણી અને સાફ સફાઈની સમસ્યાનોથી ત્રાહિમામ પોકારી ઉઠીને રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મહિલાઓ વધુ માત્રામાં જોડાઈ હતી સાથે જ પુરુષો અને યુવાનો પણ જોડાયા હતા. માઇક અને લાઉડ સ્પીકર સાથે યોજવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 7 ના લોકો દ્વારા વોર્ડ નંબર 7 ના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો ઉપર પ્રશ્ર્નોનો મારો ચાલવામાં આવ્યો હતો. આ રેલીની શરૂઆત વોર્ડ નંબર 7 માં આવેલ બાપુની વાડી વિસ્તારમાંથી કરવામાં આવી હતી.

ચૂંટાયેલા મહિલા સદસ્યોની જગ્યાએ તેમના પતિદેવ જવાબ આપવા માટે ઉતાવળા થયા

સુધરાઈ સભ્યોનો કરવામાં આવ્યો ઘેરાવ

વોર્ડ નંબર 7ની રોષે ભરાયેલી મહિલાઓ પહેલાં તેમના વોર્ડના ચૂંટાયેલા મહિલા સદસ્યો ગીતાબેન જાંબુકિયાના ઘરે પહોંચી હતી અને તેમને રજૂઆત કરતાં એવો આશ્ચર્યજનક જવાબ મળ્યો હતો કે મને આ બાબતની ખબર ન હોય, મારા પતિ જ બધું સંભાળે છે. તેમને એ પણ ખબર ન હતી કે પોતે કઇ સમિતિના ચેરમેન છે.

મારા પતિ જ બધું સંભાળે છે તેવો જવાબ આપ્યો ચૂંટાયેલા મહિલા સદસ્યોએ

ત્યાર બાદ આ વોર્ડ નંબર 7 ના સેનિટેશન સમિતિના ચેરમેન સ્વાતિબેનના ઘરે મહિલાઓ પહોંચી ત્યારે તેઓ પણ જવાબ આપી શક્યા ન હતા, અને તેમના પતિએ જવાબ આપવાનો આગ્રહ રાખ્યો હતો, જો કે તેની સામે મહિલાઓએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને ઉમેર્યું હતું કે જેમને સત્તા આપવામાં આવી છે તેમને કશી ખબર ન હોય, તો તેમના પતિના જવાબથી અમને સંતોષ કેવી રીતે હોઇ શકે?

આ હલ્લાબોલ રેલી જેતપુરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈને જેતપુર-નવાગઢ નગરપાલિકાની ઓફિસે પહોંચી હતી ત્યાં ફરજ પરના અધિકારીને આ લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Loading

The post જેતપુરમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓને કારણે મહીલાઓ પુરુષો અને યુવાનો થયાં લાલઘુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_rajkot_jetpur_hallabol_rally/1577/feed/ 0 1577