RCCRoad Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/rccroad/ News for India Mon, 27 Sep 2021 09:44:20 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png RCCRoad Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/rccroad/ 32 32 174330959 Jetpur: ગજબ! આઝાદીના 75 વર્ષ બાદ પણ જેતપુરના વોર્ડ-1 ના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જ નથી http://revoltnewsindia.com/jetpur-even-after-75-years-of-independence-there-are-no-basic-facilities-in-ward-1-areas-of-jetpur/3256/ http://revoltnewsindia.com/jetpur-even-after-75-years-of-independence-there-are-no-basic-facilities-in-ward-1-areas-of-jetpur/3256/#respond Mon, 27 Sep 2021 09:42:32 +0000 https://revoltnewsindia.com/?p=3256 જેતપુરમાં આજે જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર-1 ના અલગ-અલગ વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવાયું હતુ. ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ નથી આવી…

The post Jetpur: ગજબ! આઝાદીના 75 વર્ષ બાદ પણ જેતપુરના વોર્ડ-1 ના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જ નથી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરમાં આજે જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર-1 ના અલગ-અલગ વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવાયું હતુ.

ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી આ વિસ્તારોમાં

જેતપુર પાલિકાની હદ હેઠળ આવતા ધોરાજી રોડ પર આવેલા દાસીજીવણ પરા, કૃષ્ણનગર, આંબલીયા નગર અને જલારામનગર 1,2,3 ના રહેવાસીઓ દ્વારા આક્રોશ સાથે રજુઆત કરવામાં આવી હતી કે તેમના વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી. તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું પણ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કર્યો થયા જ કેમ નથી. શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું?

આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે.જો કે વોર્ડ નંબર-1 રહેવાસીઓ દ્વારા અગાઉ 2019 માં પણ પાયાની સુવિધાઓ આપવા માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા. પણ સ્થિતિ “જે સે થે” મુજબની જોવા મળે છે.

માંગો ન સ્વીકારાય તો આંદોલનની આપવામાં આવી ચીમકી

જોકે આ વિસ્તારોના લોકો દ્વારા આજે અપાયેલા આવેદનપત્રમાં તે પણ જણાવ્યું હતું કે જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ સાથે આ વિસ્તારના લોકોની સમસ્યાઓમાં શહેર વિકાસ સમિતિ જેતપુર દ્વારા પણ ટેકો જાહેર કર્યો હતો અને શહેર વિકાસ સમિતિ જેતપુરના સંયોજક મનોજ પારઘી પણ આ લોકો સમસ્યાઓમાં લોકોની સાથે જોવા મળ્યા હતા.

Loading

The post Jetpur: ગજબ! આઝાદીના 75 વર્ષ બાદ પણ જેતપુરના વોર્ડ-1 ના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જ નથી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-even-after-75-years-of-independence-there-are-no-basic-facilities-in-ward-1-areas-of-jetpur/3256/feed/ 0 3256
થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/ http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/#respond Sun, 27 Dec 2020 08:18:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a5%e0%aa%b0%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર… Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની…

The post થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર…

Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની અંદર રોડની અંદરથી કપચી બહાર નિકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ત્યારે સ્થાનિક રહીશ ભરતભાઇ ચેહુજી ગોહિલએ જણાવ્યું હતું કે આ આર.સી.સી રોડ કામમાં કોન્ટ્રાક્ટરએ ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરેલા હોય એવી જ રીતે આ રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે આની યોગ્ય ધોરણે તપાસ થવી જોઈએ.

ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરવાના આદેશને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ચુર ચુર કરી રહ્યા છે તેમજ સરકાર શ્રી દ્વારા વિકાસ લક્ષી ફાળવવામાં આવતી ગ્રાન્ટો રોડ રસ્તા કે બ્લોકના કામોમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી થોડા દિવસોમાં કરોડપતિ થવાના અભરખામાં ગરીબ લોકો માટે આપવામાં આવતા વિકાસનાં કામોમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે થરા નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરને શા માટે સાંવરી રહી છે તે ચર્ચાનો વિષય છે ત્યારે આ આર.સી.સી. રોડને જોતા જ જો ઉચ્ચ અધિકારીઓ આની ખરી તપાસ કરે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ લાગી રહ્યું છે.

Loading

The post થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/feed/ 0 1448