School Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/school/ News for India Thu, 30 Sep 2021 16:32:05 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png School Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/school/ 32 32 174330959 જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ http://revoltnewsindia.com/110-schools-and-16-hospitals-in-saurashtra-including-jamnagar/3388/ http://revoltnewsindia.com/110-schools-and-16-hospitals-in-saurashtra-including-jamnagar/3388/#respond Thu, 30 Sep 2021 16:27:34 +0000 https://revoltnewsindia.com/?p=3388 હાઇકોર્ટના કડક વલણથી સરકારી તંત્રમાં દોડધામ… જામનગર (Jamnagar) જિલ્લા સહિત સૌરાષ્ટ્ર (Saurashtra)–(Kutch) કચ્છની 19 નગરપાલિકાની 110 ખાનગી શાળા (School) અને 16 ખાનગી હોસ્પિટલ (Hospital) ને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા…

The post જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
હાઇકોર્ટના કડક વલણથી સરકારી તંત્રમાં દોડધામ…

Symbolic image

જામનગર (Jamnagar) જિલ્લા સહિત સૌરાષ્ટ્ર (Saurashtra)–(Kutch) કચ્છની 19 નગરપાલિકાની 110 ખાનગી શાળા (School) અને 16 ખાનગી હોસ્પિટલ (Hospital) ને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા રાજ્યના ફાયર ડાયરેક્ટ કે.કે બિશ્નોઇ દ્વારા રિજનલ ફાયર ઓફિસ રાજકોટ (Rajkot) ને સુચના આપતા સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ તમામ શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટી (Fire Safety) ના સાધનો તો નથી જ આ ઉપરાંત જે – તે સમયે શાળા- હોસ્પિટલ શરૂ કરવા માટે લેવામાં આવતી પરવાનગી પણ લીધી નથી. 19. નગરપાલિકાની ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને અવાર – નવાર નોટિસ આપવામાં આવી હતી.

આ તમામ શાળા – હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી. તેમજ શાળા- હોસ્પિટલ કોઈપણ જાતની NOC વગર શરૂ કરી દેવામાં આવી છે.

અંતે રાજકોટ રિજનલ ફાયર ઓફિસ દ્વારા સીલ મારવાનો હુકમ કરાયો છે. રાજકોટ ઝોનની દ્વારકા, ગાંધીધામ ,ગોંડલ , જામજોધપુર જસદણ , જેતપુર , કાલાવડ , કુતિયાણા , મોરબી , ઓખા , પોરબંદર , રાણાવાવ , રાપર , ઉપલેટા , ભચાઉ , ભુજ , ધોરાજી , ધ્રોલ અને સિક્કા નગરપાલિકાની 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલમાં આજે સીલ કરાશે.

રિજિયનલ ફાયર ઓફિસર અનિલ મારુએ જણાવ્યું હતું કે 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે તેમજ NOC વગર ધમધમતી શાળા – હોસ્પિટલને સીલ કરાશે.

હાલ હાઇકોર્ટના કડક વલણ ને લઇ રાજ્યની ફાયર શાખાઓ એક્શનમાં આવી રહી છે જેના પગલે સ્કૂલ/ હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/110-schools-and-16-hospitals-in-saurashtra-including-jamnagar/3388/feed/ 0 3388
હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/#respond Fri, 03 Sep 2021 12:40:23 +0000 https://revoltnewsindia.com/?p=2676 ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ  જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં…

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ 

જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં 6 થી 8ના વર્ગો શરુ થતા (Students) વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના (Covid 19) મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન વર્ગો બંધ હતા. જાણકારોના મતે ઓફલાઈન શિક્ષણનો એક અલગ જ પ્રભાવ હોય છે. જે વિદ્યાર્થીઓ માટે વધુ હિતાવહ છે.

ખાસ કરી ને સોરઠના અનેક ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ અભયાસ કરી શકે તેવો માહોલ નથી, જે એક કડવા સત્ય જેવી વાત છે.

ત્યારે કોરોના (SOP) ગાઈડલાઇનને અનુસરી શરુ કરાયેલ વર્ગોમાં હવે કાતિલ કોરોના રૂપી વિઘ્ન ફરી વખત ન આવે અને બાગના મનમોહક પુષ્પો જેવા બાળકોનો શાળામાં નિરંતર પૂર્વવત રીતે મળતો રહે એવી આપણે પણ આશા સેવીએ.

ડાયરેક્ટ હિટ
જે મજા અને મીઠાસ ‘હાલો ભણવા’ શબ્દ બોલવામાં આવે એવી જ મજા સ્કૂલ જઇયે એના ઉચ્ચારણમાં ન આવે.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ.

Loading

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/feed/ 0 2676
પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અંગે કરવામાં આવ્યા ફેરફાર http://revoltnewsindia.com/changes-were-made-regarding-admission-in-primary-schools/1098/ http://revoltnewsindia.com/changes-were-made-regarding-admission-in-primary-schools/1098/#respond Sat, 06 Jun 2020 05:57:44 +0000 http://revoltnewsindia.com/?p=1098 તમામ પ્રાથમિક શાળાઓમાં હવેથી 6 વર્ષની ઉંમર ઘરાવનારા બાળકોને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે Report by Dineshkumar Rathod 98799 14491 રાજયમાં બાળકોના પ્રવેશને લઈ શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો…

The post પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અંગે કરવામાં આવ્યા ફેરફાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
તમામ પ્રાથમિક શાળાઓમાં હવેથી 6 વર્ષની ઉંમર ઘરાવનારા બાળકોને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે

Report by Dineshkumar Rathod 98799 14491

રાજયમાં બાળકોના પ્રવેશને લઈ શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. તમામ પ્રાથમિક શાળાઓમાં હવેથી 6 વર્ષની ઉંમર ઘરાવનારા બાળકોને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. રાજય સરકાર દ્વારા તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. RTE એક્ટમાં કરેલાં ફેરફાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં શિક્ષણને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 1 જૂનના રોજ બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23માં કોઈ પણ બાળક જેણે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધીના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધી રાજ્યમાં 5 વર્ષ સુધીના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. પણ ત્યાર બાદ 2023-24થી 6 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

Loading

The post પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અંગે કરવામાં આવ્યા ફેરફાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/changes-were-made-regarding-admission-in-primary-schools/1098/feed/ 0 1098
ઉપલેટા: ડુમિયાણીના શૈક્ષણીક સંકુલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએસસી કોલેજને મંજુરી http://revoltnewsindia.com/upleta-saurashtra-university-approves-bsc-college-in-dumiyani/981/ http://revoltnewsindia.com/upleta-saurashtra-university-approves-bsc-college-in-dumiyani/981/#respond Thu, 28 May 2020 07:46:43 +0000 http://revoltnewsindia.com/?p=981 28/May/2020 પીપલ્સ વેલ્ફેર સોસાયટી ડુમિયાણી કેમ્પસમાં અનેક વિધ શૈક્ષણીક સંકુલો ચાલે છે. જેમાં વિવિધ વિધાશાખા ડીગ્રી કોષૅ ચાલુ છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરના માગૅદશૅન હેઠળ વિવિધ શૈક્ષણીક યુનીટોમા ઊંચ…

The post ઉપલેટા: ડુમિયાણીના શૈક્ષણીક સંકુલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએસસી કોલેજને મંજુરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020

પીપલ્સ વેલ્ફેર સોસાયટી ડુમિયાણી કેમ્પસમાં અનેક વિધ શૈક્ષણીક સંકુલો ચાલે છે. જેમાં વિવિધ વિધાશાખા ડીગ્રી કોષૅ ચાલુ છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરના માગૅદશૅન હેઠળ વિવિધ શૈક્ષણીક યુનીટોમા ઊંચ લાયકાત ધરાવતો સ્ટાફની સાથે અધતન બીલ્ડીગ વિશાળ લાયબ્રેરી કોમ્પ્યુટર લેબ ફીઝીકલ કેમેસ્ટ્રી બાયોલોજી વિષયની અધતન સાધનો સાથેની લેબોરેટરી પણ તૈયાર કરેલ છે.

ચાલુ વષૅ જુન-2020થી એક નવું શૈક્ષણીક યુનિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.વી.બી.એમ સાયન્સ કોલેજ બી.એસ.સી ની મંજુરી મળેલ છે. નવી શરૂ થતી આ સાયન્સ કોલેજમાં પુણૅ લાયકાત ધરાવતા સ્ટાફની ભરતી કરવામાં આવેલ છે. આ સાયન્સ કોલેજમાં મુખ્ય વિષય કેમેસ્ટ્રી, ફીઝીકસ અને મેથ્સ નવા વષૅથી ચાલુ કરેલ છે તેવું આ સંસ્થાના મોભી બળવંતભાઈ મણવરે જણાવ્યું છે.

ઉપલેટા વિસ્તારમાં અને તેની આસપાસના 50 કી.મી વિસ્તારમાં એક પણ સાયન્સ કોલેજ હતી નહી. તેથી ઉપલેટા,ધોરાજી,જેતપુર, ભાયાવદર, જામજોધપુર, માણાવદર, કુતિયાણા, બાટવા વિસ્તારમાં રહેતા સાયન્સના વિધાથીઓ માટે બી.એસ.સી.કરવું હોયતો દુર દુર સુધી જવું પડતું હતું તેઓને અગવડતા ન પડે તેથી ધોરણ-12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીને નજીકમાં જ વિસ્તારમાં અભ્યાસની સુવિધાઓ નજીક મળી રહે તે હેતુથી કોલેજ ચાલુ કરવાની આવેલ છે.

ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મધ્યમ અને ગરીબ વગૅને પરવડે તેવી ફી સાથે એડમીશન પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરેલ છે. બહેનો તથા ભાઈઓ માટેની અલગ અલગ હોસ્ટેલની સુવિધા પણ મળી રહશે આ બી.એસ.સી કોલેજ મંજુર થતા આજુબાજુના ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએથી રાજકીય સામાજીક અગ્રણીઓ શિક્ષણશાસ્ત્રીઓ તેમજ વિધાથીના વાલી તરફથી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીને શુભેચ્છા પાઠવેલ છૈ.

Loading

The post ઉપલેટા: ડુમિયાણીના શૈક્ષણીક સંકુલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએસસી કોલેજને મંજુરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/upleta-saurashtra-university-approves-bsc-college-in-dumiyani/981/feed/ 0 981