Visavadar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/visavadar/ News for India Mon, 27 Sep 2021 11:10:38 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Visavadar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/visavadar/ 32 32 174330959 Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/ http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/#respond Mon, 27 Sep 2021 11:08:17 +0000 https://revoltnewsindia.com/?p=3271 જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) ની રજૂઆત રંગલાવી જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રી (Home…

The post Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) ની રજૂઆત રંગલાવી

જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો

ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવી સાબિત કરી બતાવ્યું કે કાયદો જ સર્વોપરી છે.

Junagadh: થોડા સમય પહેલા વિસાવદર (Visavadar) માં બેનલ ખૂબ જ નિંદનીય ઘટનામાં  અસામાજીક તત્વો ની ટોળકી દ્વારા વિસાવદરમાં નાના વેપારીઓ પાસે આતંક ફેલાવી ધાક-ધમકી આપી ડરનો માહોલ ઉભો કરી ખડણી માગવામાં આવી હતી.

તેમજ લોકો ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસાવદરના જનતામાં ભય નો માહોલ સર્જાયો હતો. જે બાબતે આવા ગુંડા આવારા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય અને વિસવાદર શહેર અને તાલુકાની જનતા સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે શહેરના આગેવાનો અને સામાજિક સંગઠનો દ્વારા કિરીટ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.

જે રજૂઆત ને ધ્યાને લઇ આ ગંભીર બનાવ નો પ્રજાહિત વહેલી તકે નિર્ણય લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવારા તત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે.

ફોટો: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અને સાબિત કરી બતાવ્યું કે સરકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર છે. વિસાવદરના બનાવમાં પાંચ આરોપીઓ સામે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા “ગુજસી ટોક” અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રજાના હિત માં ગુજરાત સરકાર અને ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ “ગુજસી ટોક” કાયદા હેઠળ આવારાતાત્વો સામે લાલ આંખ કરી છે તે બદલ વિસાવદરની જનતા આભાર માને છે .  જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સમગ્ર સોરઠ પંથક માં સરકારના નિર્ણય થી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો અને સાબિત થઈ ગયું છે કે કાયદો જ સર્વોપરી છે.

રિપૉર્ટ: વનરાજ ચૌહાણ, જૂનાગઢ.

Loading

The post Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/feed/ 0 3271