Water Pollution Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/water-pollution/ News for India Fri, 11 Mar 2022 17:02:32 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Water Pollution Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/water-pollution/ 32 32 174330959 ભાદર નદીમાં પાણી પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા, વિધાનસભાના ચાલુ સત્રમાં ઉઠાવશે મુદ્દો! http://revoltnewsindia.com/congress-mlas-camp-in-jetpur-over-pollution-in-bhadar-river/6933/ http://revoltnewsindia.com/congress-mlas-camp-in-jetpur-over-pollution-in-bhadar-river/6933/#respond Fri, 11 Mar 2022 11:40:07 +0000 https://revoltnewsindia.com/?p=6933 2022 ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષનનો મુદ્દો હશે: ધારાસભ્ય લલિત વસોયા

The post ભાદર નદીમાં પાણી પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા, વિધાનસભાના ચાલુ સત્રમાં ઉઠાવશે મુદ્દો! appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

રાજકોટ (Rajkot) જિલ્લામાં ઘણા ઉદ્યોગો (Industry area) આવેલા છે જેને લઈને જિલ્લામાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણની સમસ્યાઓ બનતી રહેતી હોય છે. ત્યારે જેતપુર (Jetpur) ના જગવિખ્યાત સાડી ઉદ્યોગના દૂષિત પાણીને ભાદર નદી (Bhadar River) માં ઠાલવવામાં આવતા ભાદર નદીમાં આવેલા ચેકડેમો બિનઉપયોગી નિવડતા હોય છે. જેને લઈને જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારપુર ગામના સ્થાનિક ખેડૂતોની રજુઆતને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાની આગેવાનીમાં ચાલતી અને કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સત્ય શોધક સમિતિ (Satya Shodhak Samiti) દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા (Pithadiya) અને સરધારપુર (Sardharpur) ગામના પ્રદુષણયુક્ત વિસ્તાર (Polluted area) અને પ્રદુષણથી પીડિત ખેડૂતો(Farmers) ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, ઉનાના ધારાસભ્ય પુંજા વંશ સામેલ હતા.

2022 ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષનનો મુદ્દો હશે: ધારાસભ્ય લલિત વસોયા

મીડિયા સાથેની વાતચીતમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં અગાઉ પણ ભાદર નદીમાં થતા પ્રદૂષણના મામલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારાપુર ગામના ખેડૂતો અને પ્રદૂષિત વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી. અને સાથે સ્થળ પર જઈ ચકાસણી કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે  હાલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પ્રદૂષણનો મુદ્દો ઉછાળીશ અને પ્રદૂષણનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરીશ

હાલ રાજકોટ જિલ્લા અને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન જ નથી!

ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રદૂષણના મુદ્દા ને લઈને જ્યારે ધોરાજી અને ઊનાના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેતપુરમાં ધામ નાખ્યા હતા. ત્યારે આપને જણાવી આપીએ કે હાલ રાજકોટ જિલ્લા અને ખાસ કરીને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન ના હોય જે અંગેનો પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતી તરફ ખો આપતા પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Loading

The post ભાદર નદીમાં પાણી પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા, વિધાનસભાના ચાલુ સત્રમાં ઉઠાવશે મુદ્દો! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/congress-mlas-camp-in-jetpur-over-pollution-in-bhadar-river/6933/feed/ 0 6933
જેતપુર: પ્રદુષણ માફિયાઓ રાત્રે સક્રિય, નવાગઢ અકાળાની ધારે વહાવે છે કેમિકલયુક્ત બગાડનો ધોધ http://revoltnewsindia.com/jetpur-pollution-mafias-active-at-night-navagadh-flows-on-the-pretext-of-premature-chemical-waste/1281/ http://revoltnewsindia.com/jetpur-pollution-mafias-active-at-night-navagadh-flows-on-the-pretext-of-premature-chemical-waste/1281/#respond Tue, 29 Sep 2020 05:19:12 +0000 http://revoltnewsindia.com/?p=1281 જેતપુર સાડી ઉધોગ જેટલો વિશ્વ વિખ્યાત છે એટલો જ પ્રદૂષણની બાબતે કુખ્યાત છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સાડી ઉધોગના કેમિકલયુક્ત પાણીએ આજુબાજુના તમામ નદી,નાળા, ડેમોને પ્રદુષિત કરી દીધા છે…

The post જેતપુર: પ્રદુષણ માફિયાઓ રાત્રે સક્રિય, નવાગઢ અકાળાની ધારે વહાવે છે કેમિકલયુક્ત બગાડનો ધોધ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર સાડી ઉધોગ જેટલો વિશ્વ વિખ્યાત છે એટલો જ પ્રદૂષણની બાબતે કુખ્યાત છે.

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સાડી ઉધોગના કેમિકલયુક્ત પાણીએ આજુબાજુના તમામ નદી,નાળા, ડેમોને પ્રદુષિત કરી દીધા છે જેમને લઈ લોકો પીવાના પાણીથી લઈ સિંચાઇના પાણી સુધી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં અને કૂવામાં પણ કેમિકલયુક્ત પાણી પોહચી ગયા છે જેમના કારણે જમીન બદબાદ થઈ રહી છે.

મીડિયા અને લોકોથી બચવા સાડીના કારખાનેદારો પોતાના કારખાનાઓ માંથી ઝેરીલું પાણી અકાળાની ધાર જતા ગાડા માર્ગ પર વહાવી દે છે. ભારે પ્રમાણમાં પાણી વેહવાને કારણે આજુ બાજુના ખેતરોમાં પાણી ઉતરી જતા ખેડૂતોના પાક બગડી જવાની શક્યતાઓ વધી જાય છે. જેતપુરના નવાગઢ થી અકાળાની ધારે એક દરગાહ પણ આવેલી છે.જ્યાં મુસ્લિમ બિરાદરો ઈબાદત કરવા જતાં હોય છે. આવા ગંદા પાણીમાંથી પસાર થવું તેના માટે અત્યંત માથાકૂટ વાળું કામ છે.દરગાહે જતા લોકો અપવિત્ર થતા તેમની ધાર્મિક લાગણી પણ દુભાય છે.


આ તકે જેતપુર પ્રદુષણ બોર્ડનો ફોન પર સતત સંપર્ક કરતા સામે કોઈજ જવાબ મળ્યો ના હતો. જેને લઈને પ્રદુષણ માફિયાઓ સાથેની સાંઠ ગાંઠની પીડિતોમાં શંકા જાગી છે.અહીં પ્રદુષણ ફેલાવતા સાડીના કારખાનાઓ પાસે મંજૂરી છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે.

રિપોર્ટ: રાહુલ વેગડા, જેતપુર
મો.: 96011 55576

Loading

The post જેતપુર: પ્રદુષણ માફિયાઓ રાત્રે સક્રિય, નવાગઢ અકાળાની ધારે વહાવે છે કેમિકલયુક્ત બગાડનો ધોધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-pollution-mafias-active-at-night-navagadh-flows-on-the-pretext-of-premature-chemical-waste/1281/feed/ 0 1281