કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple) પણ દર્શનાર્થીઓ માટે 21/03/2020 થી બંધ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી બાદ કોરોના વાયરસ ઓછો થતા શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી.
દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો બંધ હતો
મંદિર જગ્યાના સાઈડના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પરમ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલો મુકવામાં આવ્યો હતો,પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા પૂજ્ય જલારામબાપાના ભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જુઓ વિડિઓ: