Upleta : કોલકી ગામે ખેડૂતોએ પોતાનો 20 વીધાનો મગફળી પાક નિષ્ફળ જતાં લગાવી આગ

SHARE THE NEWS

ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે આશરે 15000 વીધામાં અલગ અલગ પ્રકારનાં પાકોનુ વાવેતરો કર્યા હોય અને જેમાં 60% પાકો મગફળીનું વાવેતરો કરવામાં આવેલ હોય ત્યારે અતિવૃષ્ટિ કમૌસમી વરસાદ પડતાં મગફળીનાં પાકોને ભારે નુકશાન થયું હોય જેથી ખેડૂતો નાં મો માંથી કોળીયો છીનવાઈ જવાં પામ્યો હોય ત્યારે હાલ દિવાળી નો ધાર્મિક તહેવાર હોય ત્યારે કોલકી ગામ નાં ખેડૂતો ને દિવાળી ની જગ્યાએ હોળી આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

કોલકી નાં ખેડૂતએ પોતાનાં ખેતરમાં 20 વીઘા માં મગફળીનું વાવેતર કરેલ હોય પણ ગત વર્ષે કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને કુદરતી આફતોને કારણે તમામ પાક નિષ્ફળ જતાં આ ખેડૂતને માર્કેટીંગ યાર્ડમાં અને બજારમાં યોગ્ય ભાવોન મળતાં ખેડૂતનાં પેટ પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.

ત્યારે આજરોજ 20 વીધા નાં મગફળીનાં વાવેતર માંથી 10 વીઘા મગફળીનાં વાવેતર ને ઘેટાં બકરાં ને ચરવા માટે ખુલ્લો મુકાયો અને 10 વીઘાનો મગફળી નો પાક સળગાવી નાંખવો પડ્યો હતો.

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *