28/May/2020, By Rajesh Chauhan
ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના ગગુભાઈ ગઢવી તથા નીરવભાઈ ઉટડીયાને હકીકત મળતા ઉપલેટા ખાટકીવાળામાં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહયો હોવાની હકીકત મળતા રેઇડ કરતા આરોપી મોહીન દિલાવર શેખ મુલ્લા રહેવાસી ઉપલેટા,રજાક ઉર્ફે અકુડો કાસમભાઈ કટારીયા રહે. ઉપલેટા,ઇકબાલ મોહમદ હુસેન બુખારી રહે.ઉપલેટા, નવાઝ દિલાવર શેખ રહે.ઉપલેટા ખાટકી વાળામાથી કુલ રોકડ રૂ. 20960/-સાથે પકડી પાડી જુ.ધા. કલમ 4-5 મુજબ ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં પો.ઇન્સ..વી.એમ.લગારીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.