આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની બેન્ચ દ્વારા લેવામાં આવ્યો છે. કોર્ટે નૌસેનામાં મહિલા અધિકારીઓને પ્રવેશવાની અનુમતિ આપવા માટે કેન્દ્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કાયમી કમિશન એક અધિકારીને નૌસેનામાં ત્યાં સુધી સેવા કરવાનો અધિકાર આપે છે, જ્યાં સુધી તે શોર્ટ સર્વિસ કમિશનના (SSC) વિપરીત સેવા નિવૃત ન થઇ જાય. જે વર્તમાનમાં 10 વર્ષ માટે છે અને તેને ચાર વર્ષ અથવા કુલ 14 વર્ષ સુધી વધારી શકાશે.સ્થાયી કમિશન પર મંજૂરી મળ્યા બાદ નૌસેનાની મહિલા અધિકારી પણ પોતાના પુરૂષ સાથીઓની સાથે સેવાનિવૃત થશે અને તેમને પેન્શન વગેરેનો લાભ મળશે.
વધુમાં જણાવીએ તો આ કેસ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર 2015ના નિર્ણય વિરૂદ્ધ કરેલી અપીલ સાથે સંબંધિત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલા અધિકારીઓને કાયમી આયોગ માટે વિચાર કરવાથી રોકવાનું કોઇ કારણ નથી.જો કે, કેન્દ્રએ સપ્ટેમ્બર 2008માં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ માત્ર મહિલા SSC મહિલા અધિકારી સ્થાયી કમિશનના હકદાર છે.