આજે આખો દેશ 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે જેતપુરનું સરકારી તંત્ર સંવિધાન નિર્માતા બાબા સાહેબ Dr. Ambedkar ને ભૂલી ગયું હોય તેવું જોવા મળ્યું છે.
આપણા દેશના સૌ નાગરીકો આજે 72 માં પ્રજાસત્તાક પર્વ એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યાં છે. આપણા ભારત દેશમાં આજના દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત દેશની પ્રજા ભારતની માલિક બની હતી.
ભારતના સંવિધાનના હિસાબે જ દેશના નાગરિકો ને હક્ક અને અધિકારો મળ્યા છે. ભારતના સંવિધાનના હિસાબે જ દેશના કરોડો શોષિતો, વંચિતો અને મહિલાઓ ને માનવીય અધિકારો મળ્યાં છે.
ત્યારે આ ભારતના સંવિધાન નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દેશના પ્રથમ કાયદામંત્રી સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો. આંબેડકર ને Rajkot ના જેતપુરનું સરકારી તંત્ર સાવ ભૂલી ગયુ હોય તેવું જોવા મળી રહ્યું છે.
Jetpur શહેરની મધ્યમાં સરદાર પાર્ક પાસે આવેલી ડો. આંબેડકરની પ્રતિમા અને નવાગઢ ચોકડી પાસે આવેલી ડો. આંબેડકરની પ્રતિમામાં ધૂળના ઢગલા જોવા મળ્યા છે.
શું રાષ્ટ્રીય તહેવારે જેતપુરના સરકારી તંત્ર ને આટલી પણ ખબર નહિ હોય કે આજના દિવસે રાષ્ટ્રના નેતાઓની પ્રતિમાને સાફ સફાઈ કરવાની હોય છે ?
રાષ્ટ્રના નેતાની પ્રતિમાની આવી ખરાબ હાલત માટે જવાબદાર કોણ ?
શું સ્વરછ ભારત અભિયાન જેતપુરમાં ખાલી ઓન પેપર છે ?
જુઓ વિડિઓ…