જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પરથી થયેલ ફરાર થયેલ પાકા કામના કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ પાસેથી રાજકોટ રૂરલ LCB એ ઝડપી પાડ્યો.
પોલીસ સૂત્રોન જણાવ્યા મુજબ સંજય ગાંડુભાઈ ડાભી પાકા કામનો કેદી હોય, જે જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ મેળવી નાસી છૂટી ગયેલ હતો. આ દરમિયાન રાજકોટ રૂરલ LCB ને ખાનગી બાતમી મળેલ જેને આધારે ફરાર કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ ભોલેનાથ લાકડાની લાતી પાસેથી આજરોજ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ.કોન્સ. સંજયભાઈ પરમાર, નીલેશભાઇ ડાંગર, મહેશભાઈ જાની, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા જોડાયા હતા.