જસદણમાંથી પકડાઈ ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી

SHARE THE NEWS

જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવી. રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેકટરી અને ચાર આરોપીઓ પણ ઝડપી પાડવામાં આવ્યા.

કુલ 9,34,910/- નો મુદ્દામાલ ઝડપી પડાયો

રહેણાક મકાનમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેક્ટરી. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.

રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેકટરી

જસદણના સોમપીપળીયા ગામે દિનેશભાઇ કુકાભાઈ ડાભીના રહેણાંક મકાનમાં રાજકોટ રૂરલ એલ.સી.બી. એ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા ચાર ઇસમોને ઝડપી પાડેલ હતા. જેમાં આ મુજબ મુદામાલ કરવામાં આવ્યો હતો. ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી રૂ. 53,600/-, તૈયાર વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-1394 કિંમત રૂ. 1,56,250/- , બેરલ અને કેરબામાં રહેલ વિદેશી દારૂ લીટર- 910 કિ.રૂ. 3,64,000/-, વાહન સ્વીફટ કાર એક કિ.રૂ. 3,00,000/-, મોબાઇલ ફોન નંગ-03 કિ.રૂ. 61,000/-, કુલ કિ.રૂ. 9,34,910/- નો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ. (1) દિનેશભાઇ કુકાભાઇ ડાભી,ઉ.વ.24, રહે.સોમપીપળીયા ગામ, તા.વિછીયા, જી.રાજકોટ (2) પંકજ માનજી પાટીદાર ઉવ.35 રહે.ગામ- સુરપુર તા.જી. ડુંગરપુર રાજ્ય- રાજસ્થાન (3) સુરેશ જાંગીડ ઉવ.24 રહે.ગોકુલપુર, હનુમાન મંદિર પાસે શેરપુર તા.બેહરોડ જી.અલવર રાજય- રાજસ્થાન. (4) હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા ઉવ. 34 રહેવાસી હાલ. વિંછીયા પોલીસ સ્ટેશન સામે, બાપા સીતારામ સોસાયટી, તા.વીછીયા, મુળ. ગામ. મોટા હડમતિયા, તા.વિંછીયા, જી.રાજકોટ.

આરોપીઓમાં મોટાભાગના રાજસ્થાની મૂળના હોવાનું સામે આવ્યું છે.

હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા પોતાના મળતીયાઓ સાથે મળીને ડુપ્લીકેટ વિદેશી દારૂનો બનાવવાનો કલર, સીલ કરવા માટેના મશીન, ખાલી બોટલો, તથા બોટલ પર ઢાંકણા તથા સીલ, કેમીકલ તથા બોટલ પર લગાવવાના સ્ટીકર વગેરે જેવો કાયો માલ બહારના રાજ્યમાંથી મંગાવી અહિ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચવાની ટેવ વાળો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

(1) હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા વિરૂદ્ધ અગાઉ ભાડલા પો.સ્ટે.માં પ્રોહીબીશનના એક ગુનામાં અટક કરવા પર બાકી છે. તેમજ અન્ય ત્રણ ગુન્હો ઓ પણ તેમના વિરૂદ્ધ દાખલ થયેલ છે. (2) પંકજ માનજી પાટીદાર વિરૂદ્ધ પણ રાજસ્થાનમાં રાજ્યમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના કેશ થયેલ છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, પો.કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

જાહેરાત…

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *