કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
છેલ્લે પત્રકારોને પણ ગણવામાં આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજરોજ 31 માર્ચે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે જેતપુરના 18 જેટલા વિવિધ મીડિયાના માધ્યમો જેવા કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને કોરોનાની રસી એટલે કે ‘કોવિશિલ્ડ’ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
જેમાં જોઈએ તો ETV ભારતના રાજકોટ રૂરલના રિપોર્ટર દિનેશકુમાર રાઠોડ, ઓરિકયા ન્યૂઝના રિપોર્ટર સંજયરાજ બારોટ, કનેક્ટ ગુજરાત રિપોર્ટર જયેશ સરવૈયા, જેતપુર અપડેટના તંત્રી હિતેશ રાઠોડ સહિત કુલ 18 જેટલા પત્રકારોએ ‘કોવિશિલ્ડ’ ની રસી લીધી હતી.
પત્રકારોએ ઉત્સાહ સાથે વેકસીનનો ડોઝ તો લીધો પણ સાથે એક આક્રોશ પણ જોવા મળ્યો
પત્રકારોને સૌથી છેલ્લે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણાતા તેઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે સરકારી કર્મચારીઓ અધિકારીઓ જેવા કે પોલીસ, શિક્ષક, હોમગાર્ડ, જીઆરડી તમામ ને જો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આવતા હોય અને પ્રથમ તેઓને રસી આપવામાં આવતી હોય તો પત્રકારો સાથે આવું ઓરમાયું વર્તન કેમ ? આવી કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ પત્રકારો એ લોકો સુધી માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બિનચુક નિભાવી હોય છતાં પત્રકારોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આટલી ઢીલ સરકારી તંત્ર દ્વારા કેમ થઈ તેવું પત્રકારો આક્રોશ સાથે જણાવી રહ્યા હતા.