યુવા માનવ અધિકાર કર્મશીલ ભરત મુછડિયા
13મી મે 1982ના રોજ રાજકોટ જિલ્લાના જમનાવડ ગામે જન્મેલા ધોરાજીના યુવા માનવ અધિકાર કર્મશીલ ભરત મુછડિયાનો આજે આડત્રીસમો જન્મ દિવસ છે. બી.એ. એલએલબી સુધી ભણેલા અને પીજીવીસીએલમાં નોકરી કરતા ભરતભાઈએ અત્યાર સુધીમાં ચોપન વખત રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
હાલ 14 મી એપ્રિલ ડો બાબા સાહેબ ની જન્મ જ્યંતી નિમિતે તેને સમ્યક પુસ્તકાલય ની શરૂ આત કરેલ જે હાલ ની પરિસ્થિતિ ને સમાજ માં વાંચન વધે અને ડો બાબા સાહેબ ના વિચારો પ્રસરે તે માટે તેને બહુ સરસ કામ કારેલ. ભરતભાઈ કિશોરાવસ્થાથી જ જાહેર પ્રવ્રુતિઓમાં રસ લે છે. સામાજિક ભેદભાવ મિટાવવા, મદદ અને રાહતના કામો કરવા, મહિલા સમાનતા, વ્યસન મુક્તિ, અત્યાચાર નાબૂદી, શિક્ષણનો પ્રસાર , લોકજાગ્રુતિ, અંધશ્રધ્ધા નાબૂદી, લાઈબ્રેરી ઉભી કરી વાચન સંસ્કાર સ્થાપવા, લોકફાળા દ્વારા દલિતો, વંચિતો માટે છાત્રાલય ચલાવવામાં મદદરૂપ થવું , તે માટે કર્મશીલતા ઉપરાંત લેખન અને પત્રકારત્વ કરવું – જેવા અનેક કામો તેઓ કરે છે.
લોકોને તેમના અધિકારો માટે જાગ્રત કરવા રાત્રિ બેઠકો યોજવી, માહિતી અધિકાર અને શિક્ષણના અધિકાર કાયદાનો ઉપયોગ અને અમલ કરવો, જાહેર મહત્વની બાબતો અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ આવેદનપત્રો અને પત્રો મારફત રજૂઆતો કરવી તે તેમની કાયમી કામગીરી છે. શિક્ષણ, એકતા, સંગઠન, ભાઈચારો, કોમી એકતા અને સમાનતા ભરત મુછડિયાના જીવન મંત્રો છે. તેને સાકાર કરવા તેઓ તન, મન ,ધનથી સદાય તત્પર રહે છે.
ભરત મુછડિયા હાલમાં માનવ અધિકાર એસોસીયેશન (યુનો)ના સદસ્ય, ,રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠનના પ્રમુખ, ગુજરાત વિધ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના લીગલ સેક્રેટરી, સંવિધાન બચાવ અધિકાર સભાના ગુજરાત કોર કમિટીના સભ્ય છે. અગાઉ તેમણે નવસર્જન ટ્રસ્ટ્ર, એકશન એડ અને નેકડોર દિલ્હી જેવી એનજીઓમાં કામ કર્યું હતું. વર્લ્ડ સોશિયલ ફોરમમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો.
દેશના સત્તર રાજ્યોમાં તેમણે જનજાગ્રુતિ અને માનવ અધિકારનું કામ કર્યું છે. સામાજિક પ્રવ્રુતિઓને પોતાનું કર્તવ્ય માનતા,માનવ અધિકારોનું રક્ષણ અને સમાજ સેવા માટે કાયમ કાર્યશીલ રહેતા ભરત મુછડિયાને ઘણાં માન-સન્માન પણ મળેલા છે. ઉદારદિલ, માનવતાવાદી અને સમાનતાના આગ્રહી ભરત મુછડિયાને જન્મદિનની શુભેચ્છા સાથે ભવિષ્યમાં વધુ સક્રિયતાની અપેક્ષા.
ચંદુ મહેરિયા