Rajkot: આપણને સૌને ખ્યાલ છે કે વૃક્ષોનું છેદન કરવાને કારણે છેલ્લા કેટલાક દાયકામાં પર્યાવરણને ખુબ જ મોટુ નુકસાન થયું છે જેના કારણે હવે વિશ્વના વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ, વૃક્ષ છેદન, તેમજ માનવી દ્વારા સ્વાર્થ અર્થે પર્યાવરણનું નીકંદનને લીધે પર્યાવરણનું સંતુલન બગડે છે અને આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય છે દુનિયાભરમાં પર્યાવરણની જાળવણી કરવી અને આ ત્યારે જ સંભવ થશે જ્યારે લોકો વૃક્ષોની વાવશે અને વૃક્ષોની જાણવણી કરશે.
પર્યાવરણની જરૂરીયાતને જોતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations Organisation)ની પહેલ પર વિશ્વ પર્યાવરણ સુરક્ષાને લઈને જાગરૂકતા ફેલાવવા માટે ૫, જૂન ૧૯૭૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ દર વર્ષે 5 જૂને June અલગ-અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોલીસ તથા ફોરેસ્ટના સયુંકત ઉપક્રમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના (Jetpur Taluka Police Station) અમરનગર (Amarnagar) આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફ્રૂટ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ જેમાં અલગ-અલગ ફ્રૂટના 105 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ અને ફ્રૂટ પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયા સાહેબ તથા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.