Gujarat: રાજ્યની 53,029 (Aanganwadi) આંગણવાડીઓમાં ભણતા સામાન્ય પરિવારોના 14 લાખ જેટલાં (Children) બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ (Uniform) આપવાની પહેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રીએ (Gandhinagar) ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ (Video Conference) દ્વારા આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આંગણવાડીના બાળકોને પ્રતિકરૂપે યુનિફોર્મનું વિતરણ કર્યું હતું. તેમણે આગવી સંવેદના દર્શાવી આ બાળકોને પોતાના તરફથી ભેટ પણ અર્પણ કરી હતી.
કોરોના સંક્રમણકાળમાં જનજાગૃતિ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે ‘હેન્ડ વોશ’ કેમ્પઇનનું આયોજન કર્યું હતું, જેમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડનનું પ્રમાણપત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપત વસાવા તથા રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરી દવે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.