કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ (Relief Fund) ઉઘરાવવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું છે.
તાજેતરમાં જ ધૈર્યરાજસિંહ માટે લોકોએ ઉમદા હાથે ફાળો આપી તેની સારવારમાં મદદ કરી હતી.
આવી જ રીતે કોડીનાર તાલુકાના નાના એવા ગામના વતની અશોકભાઈનો માસૂમ પુત્ર વિવાન ગંભીર બિમારીમાં સપડાય હોય તેની સારવાર માટે મોટી રકમની જરૂરિયાત હોય ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના યુવાન દિવ્યેશભાઈ બગડાને જાણ થતા સાથી મિત્રોને એકત્રિત કરી ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ભરુડી ટોલનાકા ખાતે રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ માટે વિવાનના પિતાના મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવી રહ્યા છે.
તેમજ બોર્ડ બેનરમાં ક્યુ આર કોડ (QR code) મૂકવામાં આવ્યા હોય ડિજિટલાઇઝેશનથી પણ ફંડ ટ્રાન્સફર કરી કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો બહોળી સંખ્યામાં માસુમ યુવાનની વહારે આવી રહ્યા છે.
Report: Narendra Patel, Gondal