બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે
યુવાનોને આપવામાં આવી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં સ્થાન
આગામી સમયમાં ગુજરાત BSP ના સંગઠનમાં થઈ શકે છે, મોટો ફેરફાર
રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીનું જિલ્લાનું સંગઠન બનાવવા માટે 20/July/2021 ના રોજ ભક્તિનગર પાસે આવેલા ડો. આંબેડકર હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી BSP ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.
તેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. આ મીટીંગમાં BSP ના ગુજરાત પ્રદેશ પ્રભારી ભગુભાઈ પરમાર અને BSP ના પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા , મોહનભાઈ રાખૈયા અને ડૉ. જયંતિભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં બસપા રાજકોટ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બસપા પ્રભારી તરીકે દિનેશ પડાયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદ ગોહેલ અને જીતેન્દ્ર મહિડાની જિલ્લા મહામંત્રી રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
BSP દ્વારા ગુજરાત પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે ફોકસ
બહુજન સમાજ પાર્ટી ગુજરાત રાજ્યના સંગઠન માળખામાં ઘણો ફેરફાર કરવા જઈ રહી છે, તેની સાથોસાથ યુવાવર્ગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને પણ પાર્ટીના મહત્વના પદ પર નિમણુંક આપવાની તૈયારીઓ BSP દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત બસપા દ્વારા બુથ લેવલ સુધીના સંગઠનનું માળખું બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
શું PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ માયાવતી છે?
આપને જણાવી આપીએ કે બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી દેશની એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેની લીડરશીપ એક દલિત મહિલા એટલે કે માયાવતીના હાથમાં છે. આગામી સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી પછી કોણ અથવા કહીએ કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ ત્યારે બસપા સુપ્રીમો માયાવતી સિવાય હાલ દેશમાં કોઈ નેતા નજર નહી આવે તેવું માનવાવાળા વર્ગની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે.
જુઓ વિડિઓ BSP ની રાજકોટ મિટિંગ અંગે:
Good work