Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક અને ઘરવખરીનો ભોગ લેવાયો છે. ત્યારે ધોરાજી-ઉપલેટા (Dhoraji-Upleta) ના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
તેમણે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ધોરાજી-ઉપલેટમાં લોકોને થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા માગ કરી છે.
ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના પત્રમાં લખ્યું કે,
ઉપલેટા ધોરાજી તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓએ વેરેલ વિનાશ અંગે સર્વે કરાવી વળતર આપવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર ઉપલેટા ધોરાજી માંથી ભાદર મોજ વેણુ તથા ફોફળ જેવી ચાર મોટી નદીઓ પસાર થાય છે. તા.13 મીના રોજ અતિવૃષ્ટીના કારણે આ નદીઓમાં છેલ્લા 30 થી 35 વષઁ થયા ન આવ્યા હોય તેવા અકલ્પનીય પુર આવેલા આ પુ૨ને કારણે નદીઓના કાંઠા તોડી આડેધડ ખેતરોમાં પાણી પહોંચી ગયા હતા.
ઉપલેટા તાલુકાના વેણ નદી કાંઠાના તમામ ગામો ભાદર નદી કાંઠાના તમામ ગામો મોજ નદી કાંઠાના તમામ ગામો અને ધોરાજી તાલુકાના ફોફળ નદી કાંઠાના તમામ ગામો માં પાછી વિનાશ વેરેલ હોય ઉભાપાકમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થયેલ હોય આ અંગે તાત્કાલીક સર્વે કરાવી અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા યોગ્ય હુકમ કરવા વિનંતી. આ મુજબનો પત્ર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલો છે.