23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા

SHARE THE NEWS

શું તમે તમારી જાતને યુવાન તરીકે ઓળખાવો છો અને બુલંદ અવાજે જય ભીમ બોલો છો? તો બે મિનિટ લાગશે વાંચો…

આજના સમયમાં આપણેને ઘર પરિવાર કે સમાજમાં થોડું પણ માન નથી મળતું તો આપણે મોટું રિસામણું કાઢીએ છીએ. પોતાની જાતને થોડી પણ અપમાનિત થતી સહન નથી કરી શકતા. કારણ કે સ્વમાન બધાને વાહલું હોય છે.

તો વિચાર કરો બાબા સાહેબ બરોડા સ્ટેટમાં ઊંચા અધિકારીના હોદ્દા પર હતા છતાં તેમણે અછૂત (Untouchable) જાતિના કારણે અપમાનિત થવું પડ્યું હતું. અસમાનતા અને આભડછેટનો ભોગ બનવું પડ્યું હતું. આ બાબતનું એટલી હદે લાગી આવ્યું હતું કે હિમાલય જેવું વિશાળ અને મહાન વ્યક્તિત્વ એક બાળક માફક રડી પડ્યું હતું.

અને જે જગ્યા પર બેઠા બેઠા રડ્યા તે વડોદરાનું કમાટી બાગ. આ વાત છે સન 1917ની 23મી સપ્ટેમ્બર, કે જ્યારે બાબા સાહેબે જ્ઞાતિ-જાતિના વાડા તોડવાનો સંકલ્પ લીધો.

પોતે એટલા ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં પણ જો આવી અસમાનતાનો સામનો કરવો પડતો હોય તો સામાન્ય દલિતોનું શું થતું હશે ? આ વિચારે બાબા સાહેબને હચમચાવી દીધા. અને અસમાનતાની સાંકળોને તોડવાનો સંકલ્પ લઈ લીધો…

પણ આપણે અત્યારે ક્યાં છીએ ? આપણાં સાચા ઉદ્ધારક બાબા સાહેબ આંબેડકર તેમજ બહુજન મહાનાયકો અને મહનાયિકાઓના બલિદાનને ભૂલીને અન્યોને આપણાં મા-બાપ બનાવીને બેઠા છીએ. અમુક તો કાલ્પનિક તત્વો છે જેનો આપણાં જીવનમાં કોઈ જ મહત્વનું નથી છતાં તેના ગુણ-ગાન કરતા થાકતા નથી અને મોટા ઉપાડે હરખપદુડા થઈ તેના “છોરું” ગણાવે છે.

અરે મૂર્ખાઓ શરમ કરો ! પાણીનો એક એક ઘૂંટ બાબા સાહેબની દેન છે. ભૂલી ન જતા કે પીવાના પાણી માટે પણ બાબા સાહેબને આંદોલન કરવું પડ્યું હતું!

યુવાનો જાગો ! સત્યથી વાકેફ થાઓ, આપણાં સાચા ઉદ્ધારકોને ઓળખો. આ ફોન તમારા હાથમાં છે અને આ વાંચી શકો છો તે પણ બાબા સાહેબની જ દેન છે. તેના થકી જ તમને ભણવાનો અને સંપત્તિનો અધિકાર મળ્યો છે. તમે જે શ્વાસ લઈ રહ્યા છો તે પણ આ મહામાનવની જ દેન છે….

આપણાં સાચા ઉદ્ધારકોને ઓળખીએ. બાબા સાહેબના સંકલ્પને સાર્થક કરવા એક ડગલું વધારીએ...

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *