ધોરાજી (Dhoraji) મામલતદારને (Mamlatdar) આવેદનપત્ર પાઠવતા આશાવર્કર (Asha worker) બહેનો એ પોતાની માગણી કરતા જણાવ્યું કે તમારી બહેનને લઘુતમ વેતન મળે અને અમારો ફિક્સ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં આવે છે તેનો કોઈ વળતર મળતું નથી ફક્ત સેવા કરવામાં આવે છે.
કોરોના મહામારી ના સમયમાં અમારી બહેનો ફેસેલેટર બહેનો ને કોઈ વળતર મળતું નથી. પોતાની વેદના ઠાલાવતા બહેનોએ જણાવેલ કે અમારી બહેનોની વ્યથા કોણ સાંભળે!
કોરોનાના કપરા સમયમાં અમે અમારા બાળકો તેમજ મારા ઘરવાળાને છોડીને જીવના જોખમે સેવા કરી છે, પરંતુ અમને મળવા પાત્ર ભથ્થા સરકાર આપતી નથી જેનો અમે વિરોધ કરીએ છીએ.
પગાર નક્કી કરવામાં આવે અથવા તો અમારી માગણી છે એ મુજબ અમારી તમામ માગણી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી સૌની માગણી છે ધોરાજી તાલુકાના આશા વર્કર બહેનો વીણાબેન તલસાનીયા ભાનુબેન કાછડીયા સંગીતાબેન વેકરીયા શોભનાબેન જોશી મુમતાઝબેન સંધી અસમીતાબેન ગાલોરીયા નીતાબેન સાગઠીયા ટીનાબેન પુષ્પાબેન રાઠોડ ગીતાબેન રાઠોડ વિગેરે આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.
રિપૉર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી