ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્રોનું પૂજન કરાયું
Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) શહેરમાં પ્રતિવર્ષ મુજબ વિજયાદશમી (Vijaya Dashami) ના પર્વને અનુલક્ષીને ક્ષત્રિય (Kshatriya) સમાજ (Community) દ્વારા શસ્ત્રપૂજન (Worship of Arms)નો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, ત્યારે આજે પણ રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
જેતપુરના દેસાઇવાડી શાકમાર્કેટ પાસે આવેલા સરદાર પાર્કમાં આજે પાવન પર્વને અનુલક્ષીને રાજપૂતાના ક્ષાત્રવટ ગ્રુપ તેમજ સમસ્ત રાજપૂત સમાજ દ્વારા દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને જુદા જુદા શસ્ત્રો ને ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.
તેમજ જેતપુર શહેરના વિવિધ મંદિરો ખાતે ફુલ હાર પહેરાવીને માતાજીને આરાધના કરી હતી તેમજ યુવકો દ્વારા તલવારથી પટાબાજી પણ કરવામાં આવી હતી.
જેતપુરમાં રાજપૂત સમાજના શહેર અને તાલુકાના અગ્રણીઓ રાજપૂત સમાજના પહેરવેશ અને ઓળખ સમી રાજાશાહી પાઘડી પહેરીને શસ્ત્ર પૂજામાં જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજન સમારોહમાં રાજપૂત સમાજના તેમજ અન્ય અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટ: વિક્રમસિંહ ચુડાસમા, જેતપુર