આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ
ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ પુરવઠો (Power Supply) આપવા બાબત શહેરના જાહેરમાર્ગો પર આક્રોશ રેલી યોજી મુખ્યમંત્રી (Chief Minister) ને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.
રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી. ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામો માંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજ માંથી બાકાત રાખવામાં આવેલ છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાઝ જોવા મળી રહ્યા છે.
આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકા 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકશાન થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરાવવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ નથી થયો ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્તમાં કરવામાં આવ્યો હતો.
અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી.
આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવાઓમાં, બોરમાં પાણી છે છતાએ ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાક ને પાણી આપી શકાય તેમ નથી. જેથી ઊભા પાકો સુકાય રહ્યા છે ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ પણ આ તકે કરવામાં આવી હતી.
રિપોર્ટ: આશિષ લાલકિયા, ધોરાજી (રાજકોટ).