Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો
મામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) નો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અધિકારીઓની મિલિભગતના કારણે આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામની રજુઆતને લઈને મનપાના ડે. કમિશનરએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અને સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.
જામનગરમાં ભુગર્ભ ગટરની સુવિધાની જગ્યાએ મોટી દુવિધા ઉભી કર્યા હોવાનો વિપક્ષી નેતાઓએ કર્યો છે. અને આ દુવિધા ઉભી કરનાર પાછળ જવાબદાર કોણ? તેવા અનેક સવાલ સામે આવ્યા છે. તેમજ ડે. કમિશનર દ્વારા આપેલા નિવેદનને, ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે જેવો ઘાટ સર્જાયાનું જણાવીઆગામી સમયમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ દ્વારા કમિશનર કચેરી બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી વિપક્ષ હાઇકોર્ટના શરણે જશે.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર