બોધગયા: કોરોના વાયરસનો અસર દિન પ્રતિદિન દેશમાં વધી રહ્યો છે. ત્યારે દેશના મોટા મોટા ધાર્મિક સ્થાનો શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જેને અનુસંધાને બીટીએમસીએ નવા નિર્દેશો લાગુ કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને મહાબોધી વિહારમાં પૂજા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે
21 થી 31 માર્ચ સુધી નવા નિર્દેશો લાગુ કરવામાં આવ્યા
વિશ્વ ધરોહર મહાબોધી વિહાર ઉપર પણ કોરોના વાયરસનો અસર જોવા મળી રહ્યો છે. મહાબોધી વિહારમાં પૂજા-દર્શનને કરવાને લઈને નવી સૂચના આપવમાં આવી છે આ નિર્દેશો બીટીએમસીના અધ્યક્ષ નાયબ જિલ્લાધિકારી અભિષેક સિંહ ધ્વરા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત 50 શ્રદ્ધાળુઓને મળશે એન્ટ્રી .
મહાબોધી વિહાર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે. સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી માહાબોધી વિહારમાં પૂજા થશે. જેમાં ફક્ત મહાબોધી ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના પુજારીઓ જ હાજર રહેશે . સાંજની પૂજામાં પણ ફક્ત મહાબોધી ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના પુજારીઓ જ હાજર રહેશે.
મહાબોધી વિહારના ગર્ભગૃહમાં એક સમયે ફક્ત 3 થી વધુ શ્રદ્ધાળુ નહીં રહી શકે તે પણ એક મીટરના અંતરે રહશે . મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસથી બચવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.