જામનગર જિલ્લામાં કોરોના વાયરસને લઇને સરકારના આદેશ અનુસાર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તૈયાર કરેલા વોર્ડનું જાત નિરીક્ષણ કરવા કલેકટર રવિશંકર જી.જી.હોસ્પિટલના તબીબોને સાથે રાખીને પહોંચ્યા હતાં.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારના કોરોના વાયરસને લઇ સારવાર માટે ખાસ નિર્દેશનો કરવામાં આવ્યા છે અને તબીબી સારવારની તમામ સુવિધાઓથી આ વોર્ડને સજજ કરવામાં આવ્યો છે.
ત્યારે આ આઇશોલેશન વોર્ડની મુલાકાતે કલેકટર રવિશંકર પહોંચ્યા હતાં અને ત્યાં જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ તેમજ ડો. ચેટરજી, ડો. તન્ના સાથે કલેકટર રવિશંકરે આઇશોલેશન વોર્ડ અંગે જરૂરી સમીક્ષા કરી હતી.