રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્ સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.
રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491