ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ બાબાસાહેબ ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવા માટે માંગ કરી ચુક્યા છે
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી
રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. 9879914491
જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા સરકારી કચેરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા માટે મુખ્યમંત્રી ને ભલામણપત્ર લખી આપવા રજુઆત કરવામાં આવી
મહિલાઓ, વંચિતો, દબાયેલ, કાચડાયેલ વર્ગના મસીહા સમાજ સુધારક તેમજ દેશના પ્રથમ કાયદામંત્રી અને વિશ્વવિભૂતિ ભરાતરત્ન એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને બંધારણ આપી દેશના તમામ નાગરિકોને ગૌરવ અનુભવ થાય તેવી આદર્શ લોકશાહીની ભેટ આપી છે.
ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મહાન વિભૂતિઓની તસ્વીર પ્રદર્શિત કરવા માટે જે ઠરાવ પસાર કરવામાં આવેલ છે તે ઠરાવમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નામ ન હોવાથી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવા માટે અનુસૂચિત જાતિના જાગૃત આગેવાનોએ ખુબ સંઘર્ષ વેઠવો પડતો હોય છે.
અને અમુક સરકારી કચેરીઓમાં અધિકારીની બદલી થાય ત્યારે અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હટાવી વિશ્વ વિભૂતિ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે બાબાસાહેબ આંબેડકરના સમર્થકોની લાગણી દુભાય છે અને ત્યારે સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.
જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લઇ આગામી 14, એપ્રિલ 2022 એટલે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા વિધિવત ઠરાવ પસાર કરી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવામાં આવે તેવી 74 જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પણ રજૂઆત ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી.