આવનાર ચોમાસુ જ બતાવશે કે ખરેખર પ્રિ મોન્સૂન કામગીરી થઈ છે કે પછી વેંઠ જ ઉતારવામાં આવી છે
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનું રસ્તાઓ પર ‘પ્રદર્શન’
સેનિટેશનના તમામ નીતિ નિયમો નેવે મૂકીને ગંદા માલવાહકો પુરપાટે રસ્તાઓને ગંદા કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે એ રીતે તમામ સ્વચ્છતા અને સલામતીના નિયમોને નેવે મૂકીને પાલિકાનું ટ્રેક્ટર રસ્તાઓ પર દોડી રહ્યું છે. જેમાંથી ગંદો કાદવ રસ્તાઓ પર પડી રહ્યો છે. રાહદારીઓને સુગ ચડે અને વેપારીઓ-રહીશોને કનડગત થાય તે રીતે ગંદો નિકાલ લઈ જવાઈ રહ્યો છે. આવા વાહનોના અમુક પ્રકારના નિયમો હોય છે કે વ્યવસ્થિત ઢાંકીને કોઈને અડચણ ન થાય તે રીતે નિકાલ કરવાનો હોય છે.
પરંતુ સેનિટેશન શાખા જાણે મોટા ઉપાડે પોતાની કામગીરીની ધરાર પ્રદર્શન કરવા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. નામઠામ નંબર વગરના પાલિકા તંત્રના આવા વાહનોનું ભૂતકાળમાં હાર તોરથી સ્વાગત કરીને વિરોધ પણ કરવામાં આવ્યો છે. અને આવા નબર પ્લેટ વગરના વાહનો ભૂતકાળમાં અકસ્માતો પણ કરી ચૂક્યા છે. પરંતુ જાડી ચામડીના સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને જાણે કંઈજ ફરક નથી પડતો તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.
જુઓ Video: